Site icon Revoi.in

પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો કડકાઇથી પાલન કરવાનો ઓડિશા સરકારનો આદેશ

Social Share

ભનેશ્વર – દેશભરમાં પ્લાસ્ટિક બેન કરવામાં આવ્યું છે જો કે હાલ પણ ઘણા ર્જોયમાં આ પ્રતિબંધ દેખાઈ રહ્યો નથી ત્યારે ઓડિશાની સરકારે પ્લાસ્ટિક બેનને લઈને કડક વલણ અપનાવ્યું છે ,રાજ્ય સરકારે સખ્તાઈથી આ પ્રતિબંધના પાલનનો આદેશ જારી કર્યો છે.ઉલ્લેખનીય છે કે  ઓડિશાની પટનાયક સરકાર જનતાના હિતમાં ઘણા નવા નિર્ણયો લેવા માટે જાણીતી છે. આ સાથે જ હવે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પ્લાસ્ટિક પ્રતિબંધના આદેશનો કડક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મુખ્ય સચિવ સુરેશ ચંદ્ર મહાપાત્રા, જેમણે આ સંબંધમાં ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, અધિકારીઓને રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ કાયદો લાગુ કરવા માટે ટુકડીઓ બનાવવા જણાવ્યું છે.મળેલી બેઠકમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને મેનેજમેન્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જાહેર જનતાને તેમની થેલીઓ બજારોમાં લઈ જવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક વિશાળ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

 મહાપાત્રા સિંગલ યુઝ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને તેનું વેચાણ કરતા વિક્રેતાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા સંબંધિત અધિકારીઓને પણ આદેશ આપ્યો હતો.

આ બાબતે  મુખ્ય સચિવે સંબંધિત વિભાગોના જિલ્લા કલેક્ટર, ડીએફઓ અને ક્ષેત્રીય અધિકારીઓને જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો અને અન્ય સ્થળોએ તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયમિત કડક અમલીકરણ અને પાલન પ્રતિબંધો અંગે દર મહિને રિપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું હતું. . મહાપાત્રાએ અધિકારીઓને લોકોમાં જાગૃતિ લાવવા માટે શાળાના બાળકો, સમુદાયના સભ્યો, સંસ્થાઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓને સામેલ કરવા જણાવ્યું હતું.