ઓડિશાના આરોગ્યમંત્રી નબ દાસને ASI એ ગોળી મારતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
- ઓડિશાના આરોગ્યમંત્રીનું નિધન
- એએસઆઈ એ મારી હતી ગોળી
- જીવલેણ હુમલા બાદ હોસ્પિટલમાં હતા દાખલ
ઓડિશાના આરોગ્યમંત્રી પર એએસઆઈ એ જીવલેણ હુમલવો કર્યો હતો , આ હુમલો ગોળી મારીને કરવામાં આવ્યો હતો મંત્રી નબા દાસની છાતી પર ગોળી વાગી છે. ઓડિશાના કેબિનેટ મંત્રી નબા દાસ પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસના રૂપમાં થઈ હતી તેની ધરપકડ પણ કરવામાં આવી હતી
જો કે ગોળી વાગતા મંત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો જ્યા સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.ઓડિશાના રવિવારે બપોરે તેના પર જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ગોળી વાગ્યાની આ ઘટના પછી નાબા દાસને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાબ દાસને છાતીમાં ગોળી વાગી હતી. આ પહેલા બ્રજરાજનગરના SDPO ગુપ્તેશ્વર ભોઈએ જણાવ્યું હતું કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) ગોપાલ દાસે મંત્રી પર ફાયરિંગ કર્યું હતું.
આ ઘટનામાં મંત્રીને ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સ્થાનિક લોકોએ આરોપી ASIને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ASIએ મંત્રી પર કેમ ફાયરિંગ કર્યું તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.