વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં ઓડિશાની આશા વર્કરને મળ્યું સ્થાન
દિલ્હીઃ ઓડિશાની 45 વર્ષીય મહિલા અને આશા વર્કર મતિલ્દા કુલ્લુને ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. છે. કુલ્લુ સુંદરગઢ જિલ્લાના બારાગાંવ તહસીલના ગરગડબહાલ ગામમાં છેલ્લા 15 વર્ષથી આશા કાર્યકર તરીકે કામ કરે છે. આ મહિલાએ આ પ્રદેશમાંથી કાળા જાદુ જેવા સામાજિક અભિશ્રાયને નાબૂદ કર્યો છે. આ સિદ્ધિને કારણે, ફોર્બ્સે તેમને 2021માં વિશ્વની સૌથી શક્તિશાળી હસ્તીઓ પ્રખ્યાત બેંકર અરુંધતિ ભટ્ટાચાર્ય અને અભિનેત્રી રસિકા દુગ્ગલ જેવી હસ્તીઓ સાથે સ્થાન મળ્યું છે. મતિલ્દા કુલ્લુનો દિવસ સવારે 5 વાગ્યે શરૂ થાય છે.
પરિવારના ચાર સભ્યોની સંભાળ અને ઘરમાં પાળેલા પશુઓની સંભાળ લીધા બાદ તેઓ સાયકલ લઈને આશા વર્કરને લગતા કામ માટે નીકળી પડે છે. ગામના દરેક ઘરના આગંણા સુધી જઈને નવજાત અને કિશોરીઓનું રસીકરણ, પ્રિનેટલ ચેક-અપ, ડિલિવરી પછીની તપાસ, જન્મની તૈયારી, સ્તનપાન અને મહિલાઓને કાઉન્સેલિંગ, એચઆઈવી સહિત સાફ-સફાઈ તથા સંક્રમણથી બચવાની જાણકારી આપે છે.
મતિલ્દાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ બીમાર હોવા છતા હોસ્પિટલમાં સારવાર માટે જવાનું વિચારતા નથી. જ્યારે હું લોકોને હોસ્પિટલ જવાની સલાહ આપતો હતો ત્યારે તેઓ મારી મજાક ઉડાવતા હતા. ધીરે ધીરે, લોકોને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. હવે તેઓ નાની બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં જાય છે. આમ મતિલ્દા કુલ્લુના પ્રયત્નો ન હોત, તો તેમના ગામના લોકો હજી પણ હોસ્પિટલમાં જવાને બદલે સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓ માટે કાળા જાદુનો આશરો લેતા હોય છે.
મતિલ્દાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન તેની જવાબદારીઓ વધી ગઈ હતી. જે અંતર્ગત તેઓએ દરરોજ 50-60 ઘરોમાં જઈને કોરોનાના લક્ષણો ધરાવતા લોકોની તપાસ કરતી હતી. કોરોનાની પ્રથમ લહેર પૂર્ણ થયા પછી અને રસીકરણ શરૂ થયા પછી, તેણે ગ્રામજનોને રસી લેવા માટે સમજાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.