હિન્દુ દેવી-દેવતાઓ સંબંધિત વાંધાજનક પોસ્ટ ટ્વીટર ઉપરથી કરાશે દૂર, હાઈકોર્ટનો નિર્દેશ
દિલ્હીઃ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હિન્દુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત કેટલીક વાંધાજનક પોસ્ટ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ટ્વીટરને આવી વાંધનજક પોસ્ટ દૂર કરવા નિર્દેશ કર્યો છે. તેમજ નોંધ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપની લોકોની ભાવનોનું સન્માન કરેશે, તેમની સાથે વ્યવસાય કંપની કરે છે.
દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર ઉપર વાંધાજનક પોલ્ટ મામલે અરજી થઈ હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, મા કાલી વિશે ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવી રહેલી કેટલીક અત્યંત વાંધાજનક સામગ્રી વિશે જાણ થઈ જેમાં દેવીને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા છે. આ અંગે ટ્વીટરના અધિકારીને જાણ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. જો કે, ટ્વીટરે કાર્યવાહીનો ઈન્કાર કરીને દૂર કરવાની પણ ના પાડી હતી. જેથી અરજદારે ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી આ વાંધાજનક સામગ્રીને હટાવવા અને સંબંધિત એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવા માટે નિર્દેશિત કરવા વિનંતી કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે ટ્વિટરના વકીલને પૂછ્યું કે, ‘કન્ટેન્ટ હટાવવામાં આવી રહ્યું છે કે નહીં? તમારે સામાન્ય લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ કારણ કે તમે મોટા પ્રમાણમાં લોકો સાથે સંબંધિત વ્યવસાય કરી રહ્યા છો. તેમની લાગણીઓને યોગ્ય મહત્વ આપવું જોઈએ. તમારે તેને દૂર કરવું જોઈએ. કોર્ટેમાં આ જ મામલાની આગામી સુનાવણી 30 નવેમ્બરે સુનાવણી યોજાશે.
(PHOTO-FILE)