- માતાજીની ઉપાસનાથી સકારાત્મકતા પ્રાપ્ત થાય છે
- નવે નવ દિવસ માતાજીને ખાસ વસ્તુઓનું અર્પણ કરો
હાલ 26 સપ્ટેમ્બરથી નવલી નવરાત્રી શરુ થઈ રહી છે, ત્યારે હવે માતાજીની આરધના અને ઉપાસનામાં લોકો જોતરાઈ રહ્યા છે આ સાથે સજ ગરબાની રમઝટ પણ બોલાવાની ભરપુર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હવે માતાજીને અર્પણ કરવામાં આવતી વસ્તુઓને લઈને કેટલીક ખાસ વાતો જાણીશું ,નવે નવ દિવસ માતાજીને અર્પણ કરવાની એવી કેટલીક વસ્તુઓ જેનાથઈ કહેવાય છે કે માતાજી પ્રસન્ન થાય છે.
માતાજીના નોરતા નવ દિવસના હોય છે ઘણા ઘરોમાં માતાજીની સ્થાપના થાય છે તો ગરબીઓના પંડાલમાં પણ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે નવ દિવસ માતાજીને આ પ્સાદ અર્પણ કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે.
દેશી ઘી- પ્રથમ દિવસ મા શૈલપુત્રીને સમર્પિત છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિના પ્રતિક મા શૈલપુત્રીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીના પહેલા દિવસે દેશી ઘી ચઢાવી શકાય છે.
ખાંડ –નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. આ દિવસે દેવીને સાકરનો પ્રસાદ ચઢાવો શુભ ગણાય છે.
ખીર –નવરાત્રિનો ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. આ દિવસે માતાજીને ખીરનો પ્રસાદ ચઢાવી શકો છો.
માલપુઆ – નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા એ દેવી છે જે સૂર્યની અંદર રહેવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે. માલપુઆનો પ્રસાદ ચઢાવાથી તે તેમને સંપત્તિ અને આરોગ્ય પ્રદાન કરે છે
કેળા નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. જ્યા દેવી સ્કંદમાતાને કેળાનો પ્રસાદ ચઢાવો જે તેમના ભક્તોને સમૃદ્ધિ અને શક્તિ આપે છે.
મધ –નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મહિષાસુર રાક્ષસનો નાશ કરવા માટે દેવી પાર્વતીએ કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. દેવી કાત્યાયનીને મધનો પ્રસાદ ચઢાવો.
ગોળ –નવરાત્રિ દરમિયાન દેવી કાલરાત્રિને ગોળનો પ્રસાદ ચઢાવો જેથી તેમના શરીરમાંથી નીકળતી શક્તિશાળી ઊર્જાને શોષી શકાય.
નાળિયેર – નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી મહાગૌરીને નારિયેળનો પ્રસાદ ચઢાવો જેથી પાપોમાંથી મુક્તિ મળે અને સાંસારિક લાભના રૂપમાં તેમના આશીર્વાદ મળે.
તલ – નવમાં દિવસે માતાજીને તલ અર્પણ કરો.છે દેવી આદિ-પરાશક્તિનું કોઈ સ્વરૂપ નથી. શક્તિની સર્વોચ્ચ દેવી, આદિ-પરાશક્તિ, ભગવાન શિવના ડાબા ભાગમાંથી સિદ્ધિદાત્રીના રૂપમાં પ્રગટ થાય છે