નવરાત્રીના નવ દિવસ હોય કે સામાન્ય દિવસ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતાજીની કૃપા હંમેશા બની રહે અને તેમને દરેક પ્રકારના સંકટથી દૂર રાખે. આ માટે લોકો અનેક પ્રકારની પૂજા પ્રાર્થના પણ કરતા હોય છે પણ તે વાત જાણીને તમે થોડો સમય ચોંકી જશો કે ભગવાનને જો આ ફૂલ અર્પણ કરવામાં આવે તો પણ ભગવાન પ્રસન્ન રહે છે અને કૃપા વરસાવે છે.
નવરાત્રિમાં મંગળવારે માં દુર્ગાને લાલ જાસૂદ અર્પણ કરો. તેનાથી કુંડળીનો મંગળ દોષ દૂર થાય છે. નવરાત્રિ સિવાય પણ દર મંગળવારે હનુમાનજીને આ ફૂલ ચઢાવવાથી પણ મંગળ દોષમાંથી મુક્તિ મળે છે.
નવરાત્રિમાં તમે બપોરના સમયે એક લાલ જાસૂદ માં કાલીને અર્પણ કરો. આવું કરવાથી કાલી માં તમારા ઉપર પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમાર તમામ ભય દૂર થશે. માં કાલીના પ્રભાવથી નકારાત્મક શક્તિઓનો અંત આવે છે.
ઉલ્લેખનીય છે કે જ્યોતિષશાસ્ત્રમાં ઝાડ અને છોડને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. કેટલાક વૃક્ષો અને છોડ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો કેટલાક છોડના ફુલ ભગવાનને ખૂબ પ્રિય હોવાનુ માનવામાં આવે છે અને દેવી-દેવતાને પ્રસન્ન કરવા લોકો તેમના પ્રિય ફૂલ તેમને અર્પણ કરવામાં આવે છે.
આ વાતને નોંધ કરવા જેવી છે કે આ વિષય ધર્મ અને આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો છે. તેને લઈને કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી.