- બીજેપી 150 સીટો પર આગળ
- અનેક કાર્યાલયો ફૂલોથી સજાવામાં આવી રહ્યા છે
- જીતના જશ્નનો ગુજરાતમાં જામ્યો માહોલ
અમદાવાદઃ- આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે,ત્યારે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શપરુ થી ચૂકી છએ જેમાં ભારતીય જનતા પાર્ટી સતત આગળ જોવા મળી રહી છે ,બીજેપીને જીતની પુરેપુરી આશા છે જેને લઈને રાજ્યભરમાં બીજેપીના કાર્યાલયો ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. ટ્રેન્ડમાં ગુજરાતમાં જંગી બહુમતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં બમ્પર બહુમતી મળવાની ધારણા હતી.જો કે આપે પોતકાની પુરી તાકાત લગાવી છે છત્તા આપ સત્તામાંથી બહાર રહે તેવી જ શક્યતાઓ સેવાઈ રહી છે.
રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી 23,713 મતોથી આગળ છે. મોરબી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ આગળ ચાલી રહ્યા છે.તો બીજી તરફ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયા મતવિસ્તારમાંથી કુલ 18,998 મતોથી આગળ છે, મતગણતરી હાલ ચાલી રહી છે.ગુજરાતની ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચના વલણો અનુસાર, કુલ 182 બેઠકોમાંથી ભાજપ 149 બેઠકો પર આગળ છે.