Site icon Revoi.in

અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ

Social Share

નવી દિલ્હીઃ બર્ફાની બાબાના દર્શન માટે અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આજે સવારે રજીસ્ટ્રેશન સ્થળ પર યાત્રાળુઓની, ભારે ભીડ જોવા મળી હતી. દક્ષિણ જમ્મુના એસડીએમ મનુ હંસાએ કહ્યું કે,” સરસ્વતી ધામ ટોકન સેન્ટરથી અમરનાથ યાત્રીઓને ઑફલાઇન ટોકન, આપવામાં આવી રહ્યા છે. તેના આધારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને તે નક્કી કરવામાં આવે છે કે તેઓ કયા દિવસે આગળ મુસાફરી કરશે. અમારી પાસે ત્રણ ઑફલાઇન નોંધણી કેન્દ્રો છે.”

તેમણે જણાવ્યું કે,” 27 જૂને 1000 લોકો રજીસ્ટ્રેશન માટે કોટા આવ્યા છે. આ લોકો 29 જૂને યાત્રા કરશે. 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને, મુસાફરી કરવાની મંજૂરી નથી. છ મહિનાથી વધુ ગર્ભવતી મહિલાઓને પણ, મુસાફરી કરવાની મંજૂરી નથી.” ઉલ્લેખનીય છે કે, અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રા 29 જૂનથી શરૂ થશે. સોમવારથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

એક પૌરાણિક માન્યતા છે કે, બાબા અમરનાથની પવિત્ર ગુફામાં ભગવાન શિવે, માતા પાર્વતીને અમરત્વની કથા સંભળાવી હતી. અમરનાથ શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. ગુફામાં ભગવાન શિવનું, સ્વરૂપ બરફમાંથી જ દેખાય છે. અમરનાથ શિવલિંગને, બાબા બર્ફાની તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન અમરનાથની ગુફા લિડર ઘાટીમાં આવેલી છે. આ પવિત્ર બરફના લિંગના દર્શન કરવા માટે ભક્તો જૂન-જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કાશ્મીરના હિમાલયમાં સ્થિત પવિત્ર ગુફા મંદિરની કઠિન યાત્રા કરે છે.”

અમરનાથ ગુફા 3880 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. તે શ્રીનગરથી 140 કિલોમીટરના અંતરે, પહેલગામથી લગભગ 45-48 કિલોમીટર અને બાલતાલથી લગભગ 16 કિલોમીટરના અંતરે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સ્થિત છે. અમરનાથ યાત્રા બે રૂટથી થાય છે. એક અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ છે. બીજો ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે.