Site icon Revoi.in

હે ભગવાન.. માણસ સાપને કરડ્યો, ઓડીશાની ઘટના

Social Share

ભુવનેશ્વર:ઓડિશાના એક ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના જાજપુર જિલ્લાના ગાંભરીપતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના બની છે, જેના વિશે જાણ્યા પછી લોકો વિશ્વાસ કરી શકતા નથી કે ખરેખર આવું કશું થઈ શકે છે કે કેમ. વાસ્તવમાં અહીં રહેતી વ્યક્તિને ઝેરી સાપે ડંખ માર્યો હતો. જે બાદ આ વ્યક્તિએ સાપ સાથે જ બદલો લેવાનો નિર્ણય કર્યો અને તેને કરડ્યો હતો. તો ચાલો આ વિચિત્ર ઘટના વિશે વિગતવાર જાણીએ .

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સાપને મારનાર આ વ્યક્તિનું નામ બદરા છે. બુધવારે રાત્રે, જ્યારે તે ખેતરેથી કામ કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તેના પગ પર ઝેરી  સાપે ડંખ માર્યો હતો. જે બાદ ગુસ્સે થયેલા બદરાએ સાપને પકડ્યો અને પછી તેને દાંતથી કરડ્યો હતો.

આ આઘાતજનક ઘટના પર, બદરાએ કહ્યું, ‘જ્યારે હું ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે મારા પગ પર કંઈક કરડ્યું હતું. મેં મારી ટોર્ચ પ્રગટાવી અને જોયું કે તે ખૂબ જ ઝેરી સાપ હતો. તે સમયે મેં સાપ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. મેં તેને મારા હાથમાં ઉપાડ્યો અને તેને ઘણી વખત કરડ્યો અને થોડા સમયમાં તેનું મૃત્યુ થયું.

આ પછી બદરા પણ મૃત સાપને પોતાની સાથે ઘરે લાવ્યો અને તેણે આ આખી વાર્તા તેની પત્નીને પણ સંભળાવી. ટૂંક સમયમાં આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોએ બદરાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે જવા કહ્યું. પરંતુ તેણે આમ કરવાની ના પાડી દીધી. હોસ્પિટલના બદલે તેમણે સ્થાનિક હકીમની મદદ લેવાનું નક્કી કર્યું. સારી વાત એ છે કે, સાપ કરડ્યા પછી અને પોતે સાપને કરડ્યા પછી પણ બદરાને કશું થયું નથી અને તે સુરક્ષિત છે.