Site icon Revoi.in

હે ભગવાન! પ્રદૂષણની આવી ભયંકર અસર – રશિયામાં શ્વાનનો રંગ જ બદલાઈ ગયો

Social Share

પ્રદૂષણની અસર વિશ્વના તમામ દેશો પર પડે છે, તેની અસરો એવી હોય છે કે કેટલીક અસરોને તો આપણે જાણી જ શકતા નથી. હવે રશિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પ્રદૂષણની અસરના કારણે શ્વાનનો રંગ જ બદલાઈ ગયો છે. આ શ્વાનનો રંગ વાદળી થઈ ગયો.

રશિયા ઝેકઝિંક્સ નામના શહેરમાં શ્વાનના રંગ અચાનક જ ભૂરા થઇ ગયા છે. ભારતમાં હોળી ધૂટેળી બાદ અમે ઘણા શ્વાનને રંગમાં રંગાયેલા જોયા છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં હોળી નથી રમાતી તેમ છતા ત્યાંના ડોગ્સનો કલર બદલાઇ ગયો છે. આ શ્વાન અચાનક જ ભૂરા રંગમાં ફેરવાઇ ગયા છે.

રશિયાના એક સરકારી મીડિયાના રિપોર્ટ મુજબ શ્વાન પર આ ભૂરો રંગ નુક્સાનકારક રસાયણોને કારણે ચઢ્યો છે. એક ખાલી પડેલા કેમિકલ પ્લાન્ટની આસપાસ રહેતા આ ડોગીઓ પોતનો રંગ બદલી રહ્યા છે. આ વાતને લઇને જાનવરો માટે કામ કરનાર કેટલીક સંસ્થાઓ પણ અવાજ ઉઠાવી રહી છે.

વૈજ્ઞાનિકો હજી એ નથી જાણી શક્યા કે શ્વાનના શરીરમાં આ કેમિકલ કઇ રીતે પ્રવેશ્યુ છે પરંતુ આ કેમિકલ તેમના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. આ કેમિકલના કારણે ઘણા બધા ડોગીના મોત પણ થઇ ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેમિકલ પ્લાન્ટમાં પહેલા પ્લેક્સીગ્લાસ અને હાઇડ્રોસાઇનિક એસિડનું ઉત્પાદન કરવામાં આવતુ હતુ. જેના કારણે પાણીમાં હાઇડ્રોજન સાઇનાઇડ ભળી ગયુ છે. આ ખૂબ જ ઝેરી રસાયણ છે જે કેટલાક પ્રકારના ઘાટક પોલીમર્સને વધારવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ શ્વાન પર જે કેમિકલના કારણે રંગ ચઢ્યો છે તે કોપર સલ્ફેટ છે. આ કેમિકલનો ઉપયોગ ઘણી બધી ઔદ્યોગિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં થાય છે