1. Home
  2. ગુજરાતી
  3. ઓહોહોહોહો..! એક ગામ કે જ્યાં લોકો એક કિડનીના સહારે જીવે છે,વાંચો શું છે કારણ
ઓહોહોહોહો..! એક ગામ કે જ્યાં લોકો એક કિડનીના સહારે જીવે છે,વાંચો શું છે કારણ

ઓહોહોહોહો..! એક ગામ કે જ્યાં લોકો એક કિડનીના સહારે જીવે છે,વાંચો શું છે કારણ

0
Social Share
  • એવુ ગામ કે જ્યાં એક કિડની પર જીવે છે લોકો
  • શું છે તેની પાછળનું કારણ
  • કેમ એક કિડની પર જીવે છે લોકો?

વિશ્વમાં એવા ઘણા સ્થળો છે કે જ્યાં અજીબોગરીબ ઘટનાઓ બનતી હોય છે, અવનવા રીતિ રિવાજો જોવા મળતા હોય છે. આવું જ એક ગામ છે જ્યાં લોકો એક કિડની પર જીવે છે, હવે જાણવું એ રહ્યું કે આવું તો શું છે ત્યાં કે લોકો એક કિડની પર જીવે છે, શું છે આ પાછળનું કારણ..

તો વાત એવી છે કે આ ગામ નેપાળમાં આવેલુ છે. જેનું નામ હોકસે છે, પરંતુ લોકો આ ગામને કિડની વેલીના નામથી ઓળખે છે. આ ગામના મોટાભાગના લોકો એક કિડની પર જીવી રહ્યા છે. આ વિચિત્રતાને કારણે આ ગામ દેશ અને વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે.

હોકસે નામના આ ગામમાં મોટાભાગના લોકો માત્ર એક કિડનીની મદદથી પોતાનું જીવન જીવી રહ્યા છે. કિડની વેલી તરીકે પ્રખ્યાત હોક્સે ગામમાં ખુબ જ ગરીબી છે. જેને કારણે લોકોને જીવનધોરણ ચલાવવુ મુશ્કેલ બની રહ્યુ હોવાથી અહીંના લોકો પોતાની એક કિડની વેચીને જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. લોકો પેટ ભરવા માટે ઘણી વખત માત્ર 2000 રૂપિયામાં પોતાની એક કિડની વેચી નાખે છે. મળતી મહિતી મુજબ આ ગામમાં માનવ અંગોની તસ્કરી પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. અહીંના લોકોને લાલચ આપીને તેની કિડની પડાવી લેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ગામના લોકોમાં વધારે ભણતર નથી, અને તેના કારણે તસ્કરો તેમના ભોળપણનો ફાયદો ઉઠાવે છે અને તેમની કિડનીનો વેપાર કરતા હોય છે. તસ્કરો આ નિર્દોષ લોકોને લલચાવે છે અને કહે છે કે એક કિડની કાઢ્યા બાદ, બીજી કિડની ઉગે છે. જેથી અહીંના લોકો વાતોમાં આવીને તેની કિડની વેચતા હોવાની પણ જાણકારી મળી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code