- ઓઈલ કંપનીઓએ આપ્યો ઝટકો
- તેલના ભાવમાં આવ્યો ફરી ઉછાળો
- 15 દિવસમાં પેટ્રોલ ₹9.20 પ્રતિ લીટર મોંઘુ થયું
દિલ્હી:આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલની નજીક છે,પરંતુ ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની પ્રક્રિયા અટકી રહી નથી.દેશમાં દરરોજ વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી લોકો પરેશાન છે.એવું લાગી રહ્યું છે કે,તેલ કંપનીઓ ધીરે ધીરે દર વધારીને સામાન્ય માણસને મોંઘવારી પર ઝટકો આપી રહી છે
બે સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 મી વખત ઉછાળો આવ્યો છે. 22 માર્ચથી શરૂ થયેલી વધારાની પ્રક્રિયા કાબૂમાં લેવાનું નામ નથી લઈ રહી.15 દિવસમાંથી માત્ર બે દિવસ 24 માર્ચ અને 1 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના દરોમાં કોઈ ફેરફાર ન થવાને કારણે ભાવ સ્થિર રહ્યા છે.દિલ્હીમાં 2 અઠવાડિયામાં ક્રમશઃવધારા સાથે અત્યાર સુધીમાં પેટ્રોલ 9.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
ભારતીય ઓઈલ કંપનીઓએ 5 એપ્રિલે ફરીથી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના નવીનતમ અપડેટ અનુસાર,રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80-80 પૈસાનો વધારો થયો છે.જેની સાથે હવે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ 104.61 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 95.87 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જયારે મુંબઈમાં હવે પેટ્રોલ 119.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 103.92 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
તેલ કંપનીઓએ 15 દિવસમાં 13 મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.22 માર્ચથી 5 એપ્રિલ સુધીમાં પેટ્રોલ અનુક્રમે 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40, 80 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. નવા વધારા સાથે, અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 9.20 રૂપિયાનો વધારો થયો છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થાનિક ટેક્સના આધારે રાજ્ય-રાજ્યમાં બદલાય છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે.ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.ઈન્ડિયન ઓઈલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.