Site icon Revoi.in

મહુડાના ફૂલનું પણ બને છે ઓઈલ, જે સ્વાસ્થને કરે છે અનેક ફાયદાઓ,

Social Share

ખાસ કરીને ડ્રાયફ્રૂટનું ઓઈલ પણ બને છે જો કે  આ ઓઈલ હેલ્થ માટે ઘણી રીતે ફાયદા કારક હોય છે પણ આજે વાત કરીશું મહૂડાના ફૂલમાંથી બનતા ઓઈલ વિશે જે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડવાનું કામ કરે છે તો ચાલો જાણીએ જે ફળમાંથી દારુ બને છે તેમાંથી બનતું તેલ આરોગ્યને કઈ રીતે ઉપયોગી અને ફાયદા કારક છે.

 સામાન્ય રીતે મહૂડા નામ પણે દરેકના મનમાં દારૂ નામ આવે જ, જો કે તે વાત સહજ છે મહુડા દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિના ફુલ છે,જો કે આ મહૂડાના ફુલ માત્રે દારુ બનાવવા માટે જ નહી પરંતુ તેમાંથી તેલ પણ બને છે અને આ તેલ આરોગ્યની દ્ર્ષ્ટિએ અને સુંદરતાની દ્ર્ષ્ટિએ ખૂબજ ફાયદા કારક ગણવામાં આવે છો,તો ચાલો જોઈએ મહૂડાના તેલથી થતા કેટલાક લાભ

મહુડાના તેલનો ઉપયોગ કરવામાં જંતુનાશક દવાો તરીકે તાત્કાલિક રાહત આપે છે. જંતુના કરડવાથી થતા કોઈપણ પ્રકારના ફોલ્લીઓ અથવા લાલાશથી રાહત મેળવવા માટે આ તેલને ખૂબ કારગાર સાબિત થાય છે.

 જે લોકોને સાંધાના દુખાવાની ફરીયાદ હોય છે તેમના માટે પણ આ તેલની માલિશ ઉત્તમ ગણાય છે, સાંધાના દુખાવામાં તરત રાહત આપશે. સાંધાના દુખાવાની સારવાર માટે તે ખૂબ સારુ છે.

મહુડાના ફળોમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો જોવા મળે  છે. મહુઆ તેલનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે. ફૂલો અને ફળો સાથે, આ વૃક્ષોના પાંદડા અને છાલ પણ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.આ  તેલ બ્રોન્કાઇટિસ અને કાકડા જેવા રોગોની સારવારમાં અસરકારક છે.

મહૂડાનું તેલ વાળ માટે ખૂબ જ સારું છે અને વાળના વિકાસમાં ફાયદાકારક છે., આ તેલના થોડા ટીપાંમાં રોઝમેરી તેલના થોડા ટીપાં મિક્સ કરો અને તેને સારી રીતે મસાજ કરો અને તેને તમારા માથા પર લગાવો. એક કે બે કલાક પછી વાળને સારી રીતે ધોઈ લો. થોડા સમય પછી તમને સારું પરિણામ જોવા મળશે.