Site icon Revoi.in

ઓમાનના બંદર પર ઓઈલ ટેન્કર પલટયું, 13 ભારતીયો સહિત 16 લાપતા

Social Share

નવી દિલ્હીઃ ઓમાન (​​Oman) થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ઓઈલ ટેન્કરનું નામ પ્રેસ્ટિજ ફાલ્કન હોવાનું કહેવાય છે, જેના પર સવાર 16 ક્રૂ મેમ્બરની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

ઓઇલ ટેન્કર ઓમાનના મુખ્ય ઔદ્યોગિક દુકમ બંદર નજીક ડૂબી ગયું

આ ઓઈલ જહાજ પર સવાર 16 ક્રૂ મેમ્બર્સમાંથી 13 ભારતીય નાગરિકો છે અને ત્રણ શ્રીલંકાના નાગરિક હોવાનું કહેવાય છે, પરંતુ આ તમામ 16 લોકો વિશે કોઈ સચોટ જાણકારી પ્રાપ્ત થઈ નથી. ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર આ ઓઈલ જહાજ ઉપર પૂર્વ આફ્રિકન દેશ કોમોરોસનો ધ્વજ લગાવેલો હતો. આજરોજ આ ઓઇલ ટેન્કર ઓમાનના મુખ્ય ઔદ્યોગિક દુકમ બંદર નજીક ડૂબી ગયું છે.

જોકે જહાજ પલટી જવાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ તાજેતરની માહિતી અનુસાર ટેન્કરમાં સવાર લોકો વિશે કંઈ જ જાણવા મળ્યું નથી. એવા અહેવાલો સામે આવી રહ્યા જે ટેન્કર ડૂબી ગયું છે તે લગભગ 117 મીટર લાંબુ છે અને તેને વર્ષ 2017 માં બનાવવામાં આવ્યું હતું.

ઓઈલ ટેન્કર રાસ મદારકાહથી 25NM દક્ષિણ પૂર્વમાં ડૂબી ગયું

મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે કોમોરોસ ફ્લેગવાળું ઓઈલ ટેન્કર રાસ મદારકાહથી 25NM દક્ષિણ પૂર્વમાં ડૂબી ગયું છે. ત્યારે જહાજની તપાસ અને રાહત બચાવ માટે જરૂરી માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે.