Site icon Revoi.in

OK Googleની કામ કરવાની રીત કઈક આવી છે,જાણો તેને સરળ ભાષામાં

Social Share

આજના સમયમાં ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે જેના વિશે કેટલાક લોકો વિચારી પણ શકે નહી. લોકોએ આજથી થોડા વર્ષો પહેલા એવું ક્યારેય વિચાર્યું હશે નહીં કે ભવિષ્યમાં ‘ઓકે ગૂગલ’ જેવી ટેક્નોલોજી આવશે અને તે બધુ જણાવશે જે પુછવામાં આવશે.

OK Google સર્ચ એન્જિન એ Google ની પસર્નલ અસિસ્ટેન્ટ સેવા છે. તમે ફક્ત OK Google કહીને તમારા Android મોબાઇલ ફોનને સ્પર્શ કર્યા વિના પણ ઘણી વસ્તુઓ કરી શકો છો. આમાં કોઈને કૉલ કરવો, સંદેશ લખવો, એલાર્મ સેટ કરવું અને એપ્લિકેશન ખોલવી વગેરેનો સમાવેશ થાય છે. ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા ફોન પર ગૂગલ એપ શોધવી પડશે. જો તમારી પાસે આવી કોઈ એપ નથી, તો ગૂગલ પ્લે સ્ટોર પરથી ગૂગલ એપ ડાઉનલોડ કરો.

ગૂગલ આસિસ્ટન્ટની મદદથી તમારું કામ ઘણું સરળ બની શકે છે. તમે અવાજ આપીને કોઈને કૉલ કરી શકો છો. તમે તમારો સંદેશ ફક્ત વૉઇસ દ્વારા મોકલી શકો છો. એલાર્મ સેટ કરી શકો છો. આ સિવાય રિમાઇન્ડર પણ સેટ કરી શકાય છે. ઉપરાંત, કેલેન્ડરમાં ઇવેન્ટ્સ ઉમેરવાથી લઈને, તમે તમારા આગામી બિલ વિશે પણ માહિતી મેળવી શકો છો. તમે હવામાન અપડેટ્સ, અન્ય દેશોનો સમય, મૂવી અથવા સંગીત વગેરે વિશે પણ સચોટ માહિતી મેળવી શકો છો.