ઓખામાં માછીમારી ઉધોગ ત્રણ મહિના વહેલો પૂર્ણ, મોટી સંખ્યામાં વેપારી બન્યા બેકાર
- માછીમારી ઉધોગ પાયમાલ
- ત્રણ મહિના વહેલી સીઝન થઈ પૂર્ણ
- 70 ટકા બોટો કાંઠે લાંગરવામાં આવી
ઓખા: દેવભૂમિ દ્વારકાના 120 કિમીનો દરિયા કિનારો માછીમારો માટે સ્વર્ગ ગણાય છે. અંહી દર વર્ષે હજારોની સંખ્યામાં માછીમારી બોટો ફિશિંગ માટે આવે છે અને લાખો સાગર ખેડૂતો રોજીરોટી મેળવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે બંધ રહેલા આ ઉધોગ ડીઝલના અસહ્ય ભાવ વધારાથી સાગર ખેડૂતો બેકારીના ખપરમા હોમાયા છે.
જિલ્લાની 70 ટકા બોટો કાંઠે લગારાય છે. આમ,આ ઉધોગ ત્રણ મહિના વહેલો પૂર્ણ થતા આ ઉધોગ સાથે સંકળાયેલા લાખો વેપારી પણ બેકાર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, અર્થતંત્રને ધબકતું રાખતા આ ઉધોગને 2022ના બજેટમાં પણ બેધ્યાન કરવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળોને વિકાસવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરતી સરકાર કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતો અને લાખો લોકોને રોજગારી આપતા આ ઉધોગ પર સરકારનું વધારે ધ્યાન ન હોવાથી લોકો નિરાશ પણ છે. તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જો હજુ પણ કોઈ સહાય નહી મળે તો મોટી સંખ્યામાં લોકો બેકાર બનશે અને અર્થતંત્રને પણ મોટી અસર થશે.