મર્જ થવાની તૈયારીમાં Ola અને Uber- જો આ શક્ય બને છે તો બન્ને કેબ વચ્ચે મોટી સ્પર્ધાનો આવશે અંત
- ઓલા અને ઉબેર થઈ શકે છે મર્જ
- આમ થશે તો મોટી સ્પર્ઘા આવશે અંત
દિલ્હીઃ- ઓલા અને ઉબેર દેશની બે ઓવી કેબ કંપનીઓ છે જેમના વચ્ચે મોટી સ્પર્ઘાઓ ચાલી રહી છે જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે આ બન્ને કંપનીઓ મર્જ થી શકે છે,ભારતીય કેબ એગ્રીગેટર્સ Ola અને Uber Technologies Inc મર્જર પર વિચાર કરી રહી છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે મર્જરને લઈને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ઉબેરના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરીને આઈ અંગેની વાતચીત કરી છે. ઉલ્લખેની છે કે આ બન્ને કંપની ઓલા અને ઉબેર ભારતમાં હરીફ છે. જો મર્જર થશે તો ભારતમાંથી કેબ પ્રોવાઈડર્સની દુનિયામાં મોટી સ્પર્ધાનો અંત આવશે.
આ પહેલા પણ વિતેલા મહિને એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉબેર ટેક્નોલોજી ભારતમાંથી તેનો બિઝનેસ સમેટવાની તૈયારી કરી રહી છે. જોકે, ઉબેર ઈન્ડિયાએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. ઉબેર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે ભારતમાંથી બિઝનેસ બંધ કરવાનું વિચારી પણ ન શકે. ઉબરની દૃષ્ટિએ ભારત અને જાપાન એશિયામાં સૌથી વધુ વિકસતા બજારો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો સ્થિત ઉબેરે ભારતમાં 2013 માં પોતાની સેવાઓ શરૂ કરી હતી અને હવે તે દેશભરના લગભગ 100 શહેરોમાં કેબ પ્રદાન કરી રહી છે. તે જ સમયે, ઓલાની વાત કરીએ તો ભારતમાં બિઝનેસ વિસ્તરી રહ્યો છે. ઓલા તેના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ માટે પણ તૈયારી કરી રહ્યું છે ત્યારે હવે જો આ બન્ને કંપની મર્જ થઈ જાય તો ભારતમાં આ બન્ને વચ્ચેની સ્પર્ધા પણ પુરી થઈ જશે.