Site icon Revoi.in

Olympic 2024: 10 ખેલાડીઓ વચ્ચે 2 બાથરૂમ, સંચાલન પર ઉઠ્યા સવાલ

Social Share

પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓને જે રૂમ ફાળવવામાં આવ્યા છે તેને લઇને પહેલેથીજ ખેલાડીઓ દ્વારા રૂમ ખુબ નાના હોવાની દલીલ થઇ હતી.. હવે આમાં વધિુ એક વિવાદ ઉમેરાયો છે.. કહેવાય છે કે અપૂરતી બાથરૂમ વ્યવસ્થાને કારણે ખેલાડીઓ વિલેજ છોડી હોટલમાં રોકાઇ રહ્યા છે.

દસ એથ્લેટ્સ વચ્ચે 2 બાથરૂમ

કેટલાક ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક વિલેજના રૂમથી ખૂબ જ નાખુશ છે. રૂમની સાઇઝ એટલી નાની છે કે કેટલાક ખેલાડીઓએ હોટલમાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો છે. અમેરિકન ટેનિસ સ્ટાર કોકો ગોફે TikTok પર એક વીડિયો શેર કર્યો છે. 7 સેકન્ડના આ વિડિયોમાં તે ઓલિમ્પિક વિલેજનો પોતાનો રૂમ બતાવી રહી છે, જ્યાં 10 છોકરીઓ રહે છે અને ત્યાં માત્ર 2 બાથરૂમ છે.. જ્યાં મહિલાઓ પોતાના વાળ અને મેકઅપ કરવાનો પ્રયાસ કરી રહી હતી.

યુઝરની કોમેન્ટ અને તેના પર રિપ્લાય

એક યુઝરે કમેન્ટ કરી, “હું હોટેલમાં ગયો હોત.” આના પર કોકો ગોફે જવાબ આપ્યો- “ટેનિસ ટીમની તમામ છોકરીઓ હોટેલમાં શિફ્ટ થઈ ગઈ છે. હવે ત્યાં માત્ર 5 છોકરીઓ અને 2 બાથરૂમ છે.” જો કે, ટેનિસ ખેલાડીએ વિલેજ કેમ છોડ્યું તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી.

ઓલિમ્પિક વિલેજમાં નાના રૂમ હોવા એ કંઈ નવી વાત નથી. ઘણા ખેલાડીઓએ કહ્યું છે કે રૂમ ખૂબ નાના છે. આ વખતે પણ રૂમ બનાવતી વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ જ કારણ છે કે અહીંના એથ્લેટ્સ કાર્ડબોર્ડના પલંગ પર સૂઈ રહ્યા છે અને એર કંડિશનર લગાવવામાં આવ્યા નથી, જોકે કેટલાક ખેલાડીઓ તેમના પોર્ટેબલ એસી લાવ્યા છે.