Site icon Revoi.in

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા એ વર્ષ 2017 માં જ સફળતાનું કર્યું હતું એલાન – 4 વર્ષ પહેલાની ટ્વિટ થઈ રહી છે વાઇરલ, જાણો શું કહ્યું હતું 

Social Share

દિલ્હીઃ સફળતાની નવી કહાનિ રચનાર કે જેણે ભારતને વર્ષો પછી ગોલ્ડ મેડલ અપાવ્યો તેવા ભારતીય બરછી ફેંકનાર નીરજ ચોપડા, જેઓ પોતાની કામિયાબીથી રાતોરાત સ્ટાર બની ગયા છે. જો કે,તેઓ ભલે કાલે ગોલ્ડ મેડલ દેશ માટે લાવ્યા હોય પરંતુ તેમણે પોતાની સફળતાની જાહેરાત  તો આજથી ચાર વર્ષ પહેલાજ કરી દીધી હતી.

વાત જાણે એમ છે કે, વર્ષ 2017 માં,  નિરજ ચોપડા એ એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘જ્યારે સફળતાની ઈચ્છા તમને સૂવા દેતી નથી … જ્યારે મહેનત સિવાય કંઈ સારું ન લાગે … જ્યારે સતત કામ કર્યા પછી કોઈ થાક ન હોય .. સમજી લો કે તમે સફળતાનો નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છો. ઉલ્લેખનીય છે કે નિરજે આ ટ્વિટ આજ દિન સુધી પિન કરી રાખી છે, તેમની જીત બાદ શોસિયલ મીડિયા પર તેમની આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહી છે.

નિરજ ચોપડા એ મેળવેલી સિદ્ધી બાદ સમગ્ર દેશભરમાં તેમના નામની ઉજવણી થઈ રહી છે, દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો, વડાપ્રધાન  નેરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને શુભેચ્છાઓ પણ પાઠવી હતી, આ સહીત રાષ્ટ્રપતિ અને અનેક લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે,ઓલમ્પિક રમતોમાં આ ભારતનો 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડા પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે.