Site icon Revoi.in

ટોક્યો ઓલમ્પિક 2021-  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઈઝરાયેલની ખેલાડીને માત આપીને જીત તરફ બીજા રાઉન્ડમાં આગળ વધી

Social Share

દિલ્હીઃ ટોક્યોમાં ચાલી રહેલ રમોત્સવ ઓલમ્પિકને લઈને ભારતને અનેક ખેલાડીઓ પાસે મડેલની આશ છે, ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી છે.

પીવી સિંઘુએ બેડમિન્ટનની રમતમાં ઇઝરાઇલની કે. પોલિકારપોવાને માત આપી હતી, આ સાથે જ સિંધુએ આ મેચ માત્ર 28 મિનિટમાં જ જીતીને આ વર્ષના ઓલપ્મિકમાં પોતાના નામે પ્રથન જીત કરી હતી સિંધુએ પોલિકારપોવાને 21-7 અને 21-10થી હરાવી છે.

આ પહેલા પણ સિંધુ એક વખત ઑલિમ્પિકમાં બૅડમિન્ટનમાં સિલ્વર મેડલ પોતાના નામ કરી ચૂકી છે.વર્ષ 2017 અને 2018માં સિલ્વર તથા 2013 અને 2014માં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલ સિંધુએ આ વખતે પહેલીજ ગેમમાં ખુબ સરસ શરુાત કરી હતી,અને તેણે આ રમતમાં  21-7 અને 21-10.ની લીડ મેળવી છે.

આ સિવાય બીજો દિવસ આજે ભારત માટે ખૂબ ખાસ માનવામાં આવે  છે. સ્વિમિંગમાં છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમ, સાનિયા મિર્ઝા અને સાજન પ્રકાશ ભારતનું પડકારને રજૂ કરશે. ટોક્યો ઓલમ્પિક્સના પહેલા જ દિવસે સિલ્વર મેડલ જીતવા માટે વેરાલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ શાનદાર શરૂઆત કરી હતી.

ટોક્યો ઓલમ્પિકમાં મહિલા પેરમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના મરી રહી છે. આ બંનેનો મકાબલો યુક્રેનના લિડમયલા અને નાદિયા કીચનોક સામે છે. ભારતીય જોડીએ પ્રથમ સેટમાં 6-0થી જીતવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.