Site icon Revoi.in

ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક ભારતના પ્રવાસે , પીએમ મોદી એ કર્યું સ્વાગત

Social Share

દિલ્હી –  ઓમાનના શાસક ભારત ની મુલાકાતે  આવ્યા છે  તેમના આ પ્રવાસનો સૌથી મોટો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે.આ માટે તેમની સાથે મંત્રીઓ અને અધિકારીઓનું એક મોટું જૂથ  પણ પધાર્યું  છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ મુલાકાત બંને દેશોના સંબંધોમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

આરબ વિશ્વના સૌથી જૂના સ્વતંત્ર રાજ્ય ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક તેમની પ્રથમ સરકારી મુલાકાતે છે. આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું .
ઉલ્લેખનીય છે કે ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો પર આધારિત લાંબા સમયથી મિત્રતા છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો 1955માં સ્થપાયા હતા અને 2008માં તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ગલ્ફ દેશની મુલાકાત લીધી ત્યારે આ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવ્યા હતા. 2018 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓમાનની મુલાકાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેર્યું.
સુલતાન હૈથમ બિન તારિક શુક્રવારથી ભારતની ત્રણ દિવસની સરકારી મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાતથી ભારત અને ઓમાન વચ્ચે મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે.
આ સહિત તા સુલતાન મુલાકાતના પહેલા દિવસે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જયશંકરે કહ્યું હતું કે વિદેશ મંત્રાલય ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સુલતાનના માર્ગદર્શનને મહત્ત્વ આપે છે.
ઉલ્લેખનીય છે  કે આ વર્ષે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન ઓમાનના પ્રવાસે ગયા હતા. સુલતાન 18-19 ઓક્ટોબરે તેમની મુલાકાત બાદ ભારત પહોંચી ગયા છે. તેમના ભારત આગમન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, તેમની મુલાકાત ભારત અને ઓમાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.
 
આ સહિત ઓમાને 150 થી વધુ કાર્યકારી જૂથની બેઠકોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. જી-20 દેશોની મંત્રી સ્તરીય બેઠકમાં ઓમાનના નવ મંત્રીઓએ ભાગ લીધો હતો. ભારત અને ઓમાન વચ્ચેના સંબંધો ઘણા જૂના છે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમાનના રાજ્યના વડા સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું છે.