આજકાલ દરેક ઘરમાં કાર કે બાઇક હોવું સામાન્ય વાત છે.જો તમારે ક્યાંય જવું હોય તો તમે બાઇક કે કાર લઈને ફરો છો, પરંતુ શું તમે જાણો છો કે એક એવું ગામ છે કે જેમાં દરેક ઘરમાં કાર નહીં પણ એરોપ્લેન હોય છે.
આ લોકો માટે એરોપ્લેન એટલું જ સામાન્ય છે જેટલું ઘરમાં બાઇક અથવા કાર હોય. અહીં લોકોને ઓફિસ કે બીજે ક્યાંક જવું હોય તેઓ એરોપ્લેનથી જ જાય છે.આ ગામ અમેરિકાના કેલિફોર્નિયામાં છે
આ ગામનું નામ કેમરન એર પાર્ક છે.આ ગામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેના સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા.અહીંના રસ્તાઓ પણ રનવે જેટલા પહોળા છે.આ ગામમાં દરેક ઘરની બહાર ગેરેજ જેવા હેંગર બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો તેમના વિમાન પાર્ક કરે છે.અહીં રહેતા લોકો પાયલોટ છે અને તેઓ પોતાનું વિમાન ઉડાવે છે.કેમરન પાર્કનું નિર્માણ વર્ષ 1963માં કરવામાં આવ્યું હતું અને તેમાં કુલ 124 મકાનો છે.અહીં પણ રસ્તાઓનું નામ એરક્રાફ્ટના નામ પર રાખવામાં આવ્યું છે.