Site icon Revoi.in

OMG! અહીં માતા-પિતા ઘરમાં પણ બાળકોને હેલ્મેટ પહેરાવીને રાખે છે, જાણો કેમ કરે છે આવું

Social Share

ચીન અજીબોગરીબ ટ્રેંડને ફોલો કરવા માટે સમગ્ર વિશ્વમાં બદનામ છે. આજકાલ આ પ્રકારનો ટ્રેંડ ચર્ચાનો વિષય બની ગયો છે. જેમાં વાલીઓ પોતાના નાના બાળકોને હેલ્મેટ પહેરાવીને ઘરે રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે,બાળકો આખો દિવસ હેલ્મેટ પહેરે છે. વાસ્તવમાં, ચાઇનીઝ માતા-પિતાને લાગે છે કે આ કરવાથી તેમના બાળકનું માથું ગોળ થશે અને તે સુંદર દેખાશે.

જો કે, જે ઘરોમાં નવા બાળકોનો જન્મ થાય છે, ત્યાં તેમની માલિશનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેથી તેમના હાડકાં મજબૂત બની શકે. આ દરમિયાન બાળકના માથાના ગોળાકાર માટે ખાસ પ્રકારના સરસોના તકિયા પણ બનાવવામાં આવે છે. પરંતુ તમે ભાગ્યે જ કોઈ માતા-પિતાને સરસોના તકિયાને બદલે હેલ્મેટ પહેરેલા જોયા હશે. સાંભળવામાં અજીબ લાગે છે, પરંતુ ચીનમાં આજકાલ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. અહીં માતા-પિતા બાળકને માથાના ગોળાકાર માટે આખો દિવસ હેલ્મેટ પહેરવાની ફરજ પાડે છે. કંપનીઓએ આ હેલ્મેટને Corrective Helmet નામ આપ્યું છે.

હવે તેને મુર્ખામી કહો કે ચીનના માતા-પિતાની તેમના બાળકો પ્રત્યેની વિશેષ કાળજી, પરંતુ ચીનની કંપનીઓ આ અજીબોગરીબ ટ્રેંડનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે. હેડ કરેક્શન અને કરેક્ટિવ હેલ્મેટના નામે ચીનની કંપનીઓ અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવે છે અને વેચી રહી છે. આ હેલ્મેટથી લઈને સ્પેશિયલ મેટ અને પિલો પણ સામેલ છે. કંપનીઓનો દાવો છે કે,આ પ્રોડકટનો ઉપયોગ કરીને બાળકોનું માથું ચપટું નહીં થાય.

અહેવાલો અનુસાર, એક સમયે ચપટું માથું અહીં સારા નસીબનું પ્રતીક માનવામાં આવતું હતું. દરેક માતા-પિતા તેમના બાળકોના ચપટા માથા મેળવવા માટે અજીબોગરીબ રીતે સુવડાવતા હતા,પરંતુ ચીનમાં હવે આ નવો ટ્રેંડ ખૂબ જ ચલણમાં આવ્યો છે. બાળકના માથાનો આકાર યોગ્ય રહે તે માટે માતા-પિતા તેને ઘરમાં પણ દિવસભર હેલ્મેટ પહેરાવીને રાખે છે. મજાની વાત એ છે કે,માતા-પિતા આ હેલ્મેટ ખરીદવા માટે ત્રણ લાખ 20 હજાર રૂપિયા પણ આપવા તૈયાર છે. કંપનીઓ દાવો કરે છે કે,આ હેલ્મેટ એક મહિનામાં પરિણામ બતાવવાનું શરૂ કરશે.