ખુદા જબ દેતા હે તો છપ્પર ફાડકે દેતા હે! 138 કરોડ રૂપિયાં વેચાયો આ દુર્લભ સિક્કો! વેચનારું કિસ્મત બદલાઇ ગઇ
- 138 કરોડમાં વેચાયો 20 ડૉલરનો એક સિક્કો
- તે ઉપરાંત એક દુર્લભ ટિકિટ પણ 60 કરોડમાં નિલામ થઇ
- આ સિક્કો વર્ષ 1933માં બનાવવામાં આવ્યો હતો
નવી દિલ્હી: આજના સમયમાં જૂની ચલણી નોટ્સ અને એન્ટિક સિક્કાનું વેચાણનું ચલણ ખૂબજ વધ્યું છે. તેવામાં 1 સિક્કો 138 કરોડ રૂપિયાની અધધ…રકમમાં વેચાયો છે. ચોંકી ગયા ને? જી હા, પરંતુ આ હકીકત છે.
રિપોર્ટ અનુસાર અમેરિકાના ન્યૂયોર્કમાં 20 ડૉલરના એક સિક્કાની બોલી લગાવાઇ હતી અને તે બોલી એટલી મોટી બોલાઇ ગઇ કે લોકો અચંબિત થઇ ગયા હતા. આ સોનાના સિક્કાની 138 કરોડ રૂપિયા બોલી લગાવવામાં આવી હતી. તે ઉપરાંત એક દુર્લભ ટિકિટ 60 કરોડમાં નિલામ થઇ હતી.
138 કરોડ રૂપિયામાં વેચાયેલો આ સિક્કો વર્ષ 1933માં બનાવવામાં આવ્યો હતો જેની બંને તરફ ઇગલની આકૃતિ હતી. એક તરફ ઉડતો ઇગલ અને બીજી તરફ લિબર્ટીની આકૃતિ છે. આ સિક્કો શૂ ડિઝાઇનર અને ક્લેક્ટર સ્ટૂઅર્ટ વીટ્સમેન દ્વારા વેચાયો હતો.
આ સિક્કાને લઇને પ્રારંભિક એવી સંભાવના હતી કે તે 73 કરોડથી લઇને 100 કરોડ રૂપિયામાં વેચાશે પરંતુ જ્યારે બોલી શરૂ થઇ ત્યારે આ સિક્કો 138 કરોડમાં વેચાયો અને તેને જોઇને લોકોની આંખો પહોળી થઇ ગઇ.
નોંધનીય છે કે, નોટબંધી વખતે નકામી થઇ ગયેલી 500 રૂપિયાની નોટથી તમે અત્યારે 2021માં પૈસા કમાઇ શકો છો. ઓનલાઇન આ નોટની કિંમત 5 હજાર રૂપિયાથી 10 હજારની વચ્ચે છે. RBIથી ભૂલથી આ નોટ પર બે વાર સિરીયલ નંબર પ્રિન્ટ થઇ ગયા હતા અને હવે આ નોટથી તમે પૈસા કમાઇ શકો છો.