Site icon Revoi.in

દેશમાં ઓમિક્રોનનો કહેર – પશ્વિમબંગાળ અને તામિલનાડુમાં આ વેરિએન્ટનો  પ્રથમ કેસ નોંધાયો

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે,ઘીરે ઘીરે કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે,દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોએ પણ ચિંતા વધારી છે. હવે પશ્ચિમ બંગાળમાં પણ એક સંક્રમિત વ્યક્તિની પૃષ્ટિ કરવામાં આવી છે ,રાજ્યમાં ઓમિક્રોન કેસ મળ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના સંબંધિત તમામ પ્રોટોકોલને નિયમો અનુસાર અનુસરવાની અપીલ કરી છે.

આ સાથે જ હવે તમિલનાડુમાં પણ આ નવા વેરિએન્ટનો પ્રથમ કેસ નોઁધાયો  છે.ગઈ કાલની જો વાત કરીએ તો બુધવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના 12 કેસ નોંધાયા છે. તેમાંથી 4 મહારાષ્ટ્ર અને કેરળ, 2 તેલંગાણા અને 1-1 તામિલનાડુ અને પશ્ચિમ બંગાળના છે.

પશ્વિમ બંગાળમાં મુર્શિદાબાદ જિલ્લાના સાત વર્ષના છોકરો સંક્રમિત મળ્યા બાદ રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો. બાળક તેના પરિવારના સભ્યો સાથે તાજેતરમાં અબુ ધાબીથી હૈદરાબાદ થઈને રાજ્ય પરત ફર્યો હતો. જે બાદ હવે તેમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ ગઈ છે.

ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, 47 વર્ષીય યુવક નાઈજીરિયાથી દોહા થઈને ચેન્નાઈ પહોંચ્યો હતો. 10 ડિસેમ્બરે ચેન્નાઈ પહોંચ્યા પછી તેના ઓછામાં ઓછા છ સંબંધીઓને આ સંક્રમણ લાગ્યુ હતુ. આ ઉપરાંત બુધવારે આ દર્દીના સહ-પ્રવાસીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સહપ્રવાસી ચેન્નાઈના વાલાસરવાક્કમનો રહેવાસી છે.

બીજી તરફ કેરળમાં ઓમિક્રોનના 4 નવા કેસ નોંધાયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે બુધવારે રાત્રે કહ્યું કે રાજ્યમાં વધુ ચાર દર્દીઓમાં ઓમિક્રોનના દર્દીઓની પુષ્ટિ થઈ છે અને તેની સાથે કેરળમાં આ ફોર્મથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે