- ઓમિક્રોનને લઈને હવે બેંગલુરુ રેડ ઝોનમાં
- 7 તારીખ પહેલા લાગી શકે છે પ્રતિબંધો
બેંગલુરુઃ- સમગ્ર દેશભરમાં જ્યા ઓમિક્રોનના કેસોમાં વધારો થR રહ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસો પણ વધી રહ્યા છે,કર્ણાટકની સ્થિતિ પમ કંઈક એવી જ જોવા મળે છે જેવને લઈને બેંગલુરુમાં પણ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે, કર્ણાટકમાં નવા વર્ષ નિમિત્તે નાઇટ કર્ફ્યુ જેવા નિયમો પણ લાદવામાં આવ્યા હતા અને એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં રાજ્યમાં વધુ કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે.
રાજ્યના મહેસૂલ મંત્રી આર અશોકે વિતેલા દિવસને રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ યાદીમાં રાજધાની બેંગલુરુ રેડ ઝોનમાં છે. બેંગલુરુમાં એલર્ટ જારી કરવાની જરૂર છે. જો આપણે બેંગ્લોરમાં વધુ નિયંત્રણો લાગુ કરીએ, તો કોરોનાથી બચી શકાય છે અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
મંત્રીએ કહ્યું કે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને નાઇટ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે 7 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આ પહેલા પણ નવા પ્રતિબંધોની જાહેરાત થઈ શકે છે. તે જ સમયે, મુખ્ય મંત્રી બસવરાજ બોમ્માઈએ કહ્યું કે પહેલા લોકડાઉન લાદવામાં આવ્યું હતું પરંતુ હવે ફરી આવું ન થવું જોઈએ. જેને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લઈશું.
રવિવારે કર્ણાટકમાં કોરોના સંક્રમણના 100 થી વધુ નવા કેસ નોંધાયા હતા અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહીં સકારાત્મકતા દર 0.86 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી બીસી નાગેશ પણ શનિવારે કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. બોમ્માઈ પહેલેથી જ સંકેત આપી ચૂક્યા છે કે કડક લોકડાઉન લાદવામાં આવશે નહીં.7 જાન્યુઆરી પહેલા અનેક બીજા પ્રતિબંધોની જાહેરાત થી શકે છે.