દેશના આ ત્રણ રાજ્યોમાં છે ઓમિક્રોન લગભગ અડધા જેટલા કેસ, તમે એ રાજ્યમાં હોય તો સતર્ક રહેજો
- ઓમિક્રોનના અડધા જેટલા કેસ આ ત્રણ રાજ્યમાં
- મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં
- અત્યાર સુધી આ રાજ્યોમાં ઓમિક્રોનના 2708થી વધુ કેસ
દિલ્હી: દેશમાં ભલે અત્યારે લોકો ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચિંતા હોય પણ સાથે સાથે લોકોએ તે વાત ન ભુલવી જોઈએ કે જેટલા પણ દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે તેમાંથી 2 કે 3 ટકા કેસ જ ઓમિક્રોન વેરિયન્ટના હોય છે. આવામાં એ જાણકારી પણ મળી રહી છે કે માત્ર ત્રણ રાજ્ય- મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી – મહામારીના ચાલુ વેવમાં લગભગ અડધા ઓમિક્રોન કેસ માટે જવાબદાર છે.
આ રાજ્યોએ મળીને શરૂઆતથી અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2,708 કેસ નોંધ્યા છે જ્યારે બાકીના કેસો બીજા રાજ્યો દ્વારા નોંધાયા છે. મહારાષ્ટ્રમાં વેરિઅન્ટના સૌથી વધુ 1,367 કેસ નોંધાયા છે. તે પછી દિલ્હી અને રાજસ્થાનમાં ઓમીક્રોનના 792 અને 549 કેસ છે.
જ્યારે નવું વર્ષ શરૂ થયું, ત્યારે 16 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમીક્રોનના દસથી ઓછા અથવા તો શૂન્ય કેસ હતા. ત્યારબાદ, આગામી દસ દિવસ દરમિયાન, ઓમીક્રોનની હાજરી લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દર્શાવી. 13 જાન્યુઆરી સુધીમાં, પાંચ રાજ્યોમાં વેરિઅન્ટના 100 થી વધુ કેસ નોંધાયા છે. માત્ર આઠ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજની તારીખમાં વેરિઅન્ટના શૂન્ય કેસ નોંધાયા છે.
જો કે નોંધપાત્ર વાત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટના કારણે થતા મૃત્યુની કોઈ જાણકારી સામે આવતી નથી. અને જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન એટલો ઘાતક વાયરસ નથી અને તેનાથી એટલા પ્રમાણમાં મોત પણ થતા નથી – જે સૌથી વધારે રાહતના સમાચાર છે.