- ઓમિક્રોન વેરિએન્ટથી દેશમાં આર્થિ પ્રભાવ ઓછો
- કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાની છે જરુર
દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારી વચ્ચે નવા વેરિએન્ટ ઓમિક્રોનની એસર જોવા મળી રહી છે જો કે ઓમિક્રોનથી દેશની આર્થિક સ્થિતિને ભારે અસર પડી રહી નથી,આ મામલે નાણા મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટની દેશમાં આર્થિક અસર ઓછી થશે. પરંતુ જરૂરિયાત એ છે કે લોકો મહત્તમ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરે.
નાણામંત્રાલયે પોતાની માસિક આર્થિક સમીક્ષામાં કહ્યું કે ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક દેશ છે જે વર્ષ 2020-2021માં કોવિડ પછી ઝડપથી ઉભરી રહ્યો છે
આ. રિપોર્ટમુજબ, રસીકરણની ઝડપ વધવાને કારણે ઓમિક્રોન વેરિઅન્ટની આર્થિક અને શારીરિક અસર ડેલ્ટા કરતા ઓછી હશે. હાલમાં, દેશની 50 ટકાથી વધુ પુખ્ત વસ્તીને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. રસીનો પ્રથમ ડોઝ પણ 86 ટકાથી વધુ વસ્તીને આપવામાં આવ્યો છે.
જો કે આ સાથે જ આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ઓમિક્રોનના કારણે પડકારો વધી શકે છે, તેથી કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વેક્સીન ઝડપથી લાગુ કરવામાં આવી રહી છે અને દેશે કોરોનાની બીજી લહેરથી સબક મેળવ્યો છેજે ભવિષ્યમાં કોરોના સંબંધી પડકારોનો સામનો કરવામાં કામ લાગશે.