Site icon Revoi.in

ઓમિક્રોન વાયરસે વિશ્વભરમાં ફેલાવ્યો ભયઃ-  નવા વેરિએન્ટની ચિંતા વચ્ચે બ્રિટને G-7 દેશોની બેઠક બોલાવી

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત કોરોનાએ માથુ ઊંચક્યું છે તો બીજી તરફ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને વિશ્વભરના લોકોની ચિંતામાં વધારો કર્યો છે. દરેક દેશ દક્ષિણ આફ્રીકાથી મળી આવેલા આ વાયરસને લઈને સતર્કતાના પગલાો લઈ રહ્યા છે,ત્યારે હવે બ્રિટને આ મામલે જી 7 દેશોની તૃબેઠક બોલાવી છે.

મળતી માહિતી પ્રમાણે વેરિયન્ટના નવા જોખમને ધ્યાનમાં રાખીને બ્રિટન દ્વારા જી-7 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. મીટિંગમાં ઓમિક્રોનના ફેલાવા અને તેને સમાવવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ G-7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસનો સમાવેશ થાય છે.

કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ના જોખમને ધ્યાનમાં રાખીને,ભારતે પણ સતર્કતા દાખવી છે. ભારતે પમ હવે વિદેશી યાત્રીઓ માટે 14 દિવસની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જણાવવાના દિશા નિર્દશ જારી કર્યા છે, અને આટીપીસી આર ટેસ્ટ પમ ફરજિયાત કર્યો છે.