- ઓમિક્રોનની તપાસ માત્ર 2 કલાકમાં જ થશે
- આઈએમસીઆરે બનાવી ટેસ્ટ કિટ
દિલ્હીઃ- જ્યા દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર છે ત્યા બજી બાજુ હવે અક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે,હવે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને શોધવાનું કાર્ય તદ્દન સરળ બનશે. આ મામલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ , ડિબ્રુગઢએ એક ટેસ્ટિંગ કીટ તૈયાર કરી છે જે માત્ર બે કલાકમાં ઓમિક્રોનની ભઆળ મેળવી શકે છે. હાલમાં તેની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ કરવું પડે છે, જેમાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે.ત્યારે હવે આ સમયમાં બચત થશે.
આ કીટ સંપૂર્ણપણે ભારતમાં ખાનગી-સરકારી ભાગીદારી હેઠળ બનાવવામાં આવશે અને આ માટે ICMR દ્વારા કોલકાતા સ્થિત GCC બાયોટેકને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા જતા મામલાઓની વચ્ચે, દરેક તેની ઝડપી તપાસને લઈને ચિંતિત હતા, પરંતુ ICMRના ઉત્તરપૂર્વમાં કાર્યરત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ આ પડકાર ઝિલ્યો છે. નોંધપાત્ર રીતે, ભારતમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે અને ઘણા શંકાસ્પદ દર્દીઓના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.ત્યારે હવે આ કીટ ફાયદાકારક સાબિત થશે.
ડૉ. વિશ્વજ્યોતિ બોરકાકોટીની આગેવાની હેઠળના ICMR વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટ કીટ વિકસાવી છે અને ઓમિક્રોન વેરિઅન્ટના ખાસ સિન્થેટિક જીન ફ્રેગમેન્ટ પર તેનું પરીક્ષણ કર્યું છે અને પરિણામ 100 ટકાઅને સફળ સચોટ આવ્યું છે.
આ મામલે ડો. બોરકાકોટીએ જણાવ્યું હતું કે કિટનો વિકાસ મહત્વપૂર્ણ છે કારણ કે હાલમાં તે વેરિયન્ટને શોધવા માટે લક્ષિત સિક્વન્સિંગ માટે 36 કલાક અને કુલ જીનોમ સિક્વન્સિંગ માટે 4 થી 5 દિવસનો સમય લે છે. આ કિટની ખાસ વાત એ છે કે દર્દીના સામાન્ય સ્વેબ સેમ્પલ પરથી તરત જ તેની ઓળખ થઈ જાય છે.