Site icon Revoi.in

દેશમાં ઓમિક્રોનનો કહેરઃ કુલ કેસ 780ને પાર,સૌથી વધુ કેસ દિલ્હીમાં,મહારાષ્ટ્ર આ મામલે બીજા સ્થાને

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે ત્યારે દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ રાજધાનીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતમાં ઓમિક્રોનના વધતા જતા કેસોએ કેન્દ્રથી લઈને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. જોખમને ધ્યાનમાં રાખીને, ઘણી રાજ્ય સરકારોએ રાત્રિ કર્ફ્યુની સાથે નિયંત્રણો જાહેર કર્યા છે.

આ સાથે જ રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનમાં સૌથી વધુ 238 કેસ જોવા મળી રહ્યા છે, જ્યારે મહારાષ્ટ્ર 167 કેસ સાથે બીજા સ્થાને છે. જ્યારે 78 કેસ સાથે ગુજરાત ત્રીજા સ્થાને છે.આ સિવાય અન્ય રાજ્યોની જો વાત કરવામાં  આવે તો તેલંગાણામાં 62, તમિલનાડુમાં 45 કેસ જોવા મળે  છે. એટલે કે, હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 781 થઈ ગઈ ચૂકી છે.

ભારતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 781 થઈ ગઈ છે.

આમ ભારત સહીત અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવું લાગે છે કે સ્થિતિ છેલ્લી લહેરના સર્જ સુધી પહોંચી રહી છે.કારણ કે યુકેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 1,29,471 કેસ નોંધાયા છે, જ્યારે યુએસમાં સાપ્તાહિક સંક્મણમાં 57.7 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. યુ.એસ.માં, 76 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળે છે. ફ્રાન્સે દૈનિક 100,000 થી વધુ ચેપ નોંધ્યા પછી કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

ભારતમાં ઓમિક્રોનના વધતા જતા કેસોએ કેન્દ્રથી લઈને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. જોખમને ધ્યાનમાં રાખીને, ઘણી રાજ્ય સરકારોએ રાત્રિ કર્ફ્યુની સાથે નિયંત્રણો જાહેર કર્યા છે