અમેરિકામાં ઓમિક્રોની દસ્તક – દ.આફ્રીકાથી કેલિફોર્નિયા પરત ફરેલો વ્યક્તિ નવા વેરિએન્ટથી સંક્રમિત
- અમેરિકામાં પણ ઓમિક્રોને આપી દસ્તક
- દ.આફ્રીકાથી પરત ફરેલો વ્યક્તિ પોઝિટિવ
- કેલિફોર્નિયામાં નોંધાયો પ્રથમ કેસ
દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે અમેકિરામાં પણ નવા વેરિએન્ટ ઓમિક્રેનનો પગપેસારો થઈ ચૂક્યો છે.દક્ષિણ આફ્રીકાથી એક વ્યક્તિ પરત અમેરિકા ફ્રયો હતો જે એમિક્રોન વાયરસથી સંક્રમિત હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે.
આ બાબતને લઈને અમેરિકી રાષ્ટ્રપતિના મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થોની ફૌસીનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાથી કેલિફોર્નિયા પરત ફરેલા વ્યક્તિમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. તેમણે કહ્યું કે તે વ્યક્તિએ સંપૂર્ણ રસી લીધી છે, તેને હળવા લક્ષણોનો દેખાયા હતાઅનુભવ થયો હતો, જેમાં હવે સુધરો આવી રહ્યો છે.
અમેરિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયા પછી, વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં અમેરિકન નાગરીકોને કોવિડ રસી અને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વના વિવિધ દેશોમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રકોપ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 23 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસે કહ્યું છે કે અત્યાર સુધીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના 6માંથી પાંચ પ્રદેશોમાંથી 23 દેશોમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે.