Site icon Revoi.in

અમેરિકાના સંસદમાં મૂળ ભારતીયોનો દબદબો – 4 મૂળ ભારતીયોને મળી ખાસ જવાબદારી

Social Share

દિલ્હીઃ- અમેરિકામાં મૂળ ભારતીયો દરેક મોર્ચે આગળ જોવા મળી રહ્યા છે ત્યારે સંસદની વાત કરવામાં આવે તો 4 મૂળ ભારતીયોએ અહીં બાજી મારી છે,જેઓ સંસંદમાં મહત્વની જવાબદારી સંભાળશે.આ પહેલા પણ અનેક મૂળ ભારતીયો યુએસમાં રહીને અનેર મહત્વના પદો પર નિયૂક્ત થયા છે.

આ ચાર મૂળ ભારતીયોમાં કોંગ્રેસમેન પ્રમિલા જયપાલ, અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ અને રો ખન્નાનો સમાવેશ થાય છે કે જેમને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ત્રણ મહત્વની સમિતિઓના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે યુએસ રાજકારણમાં ભારતીય સમુદાયના વધતા પ્રભાવને દર્શાવે છે

. મહિલા સાંસદ પ્રમિલા જયપાલ યુએસ સંસદના નીચલા ગૃહની ઈમિગ્રેશન પરની શક્તિશાળી સબકમિટીની ‘રેન્કિંગ મેમ્બર’ તરીકેની જવાબદારી સંભાળશે.સાંસદ રાજા કૃષ્ણમૂર્તિને ચીન પર નવી રચાયેલી સમિતિના ‘રેન્કિંગ સભ્ય’ બનાવવામાં આવ્યા છે જેતો ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન ડૉ. એમી બેરાને હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટિ ઓન ઇન્ટેલિજન્સ, જે ગુપ્તચર બાબતો સાથે કામ કરતી એક શક્તિશાળી સંસદીય સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

આ સમિતિ દેશના ગુપ્તચર કાર્યક્રમોની દેખરેખ રાખે છે, જેમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA), નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (DNI), નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA) તેમજ સૈન્યના નિયામકનું કાર્યાલય સામેલ છે.