- 24 કલાકમાં ઓમિક્રોનનાં 5 ગણા કેસ
- દેશમાં ઓમિક્રોનનો કુલ આંકડો 21એ પહોંચ્યો
અમદાવાદઃ- વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ હવે ઓમિક્રોનની દહેશત વર્તાઈ રહી છે. જામનગર ખાતે એક કેસ નોંધાયા બાદ વધુ 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો નવો વેરિએન્ટે ભારતમાં પગપેસારો કરી દીધો છે અને છેલ્લા 24 કલાકમાં આ કેસમાં પાંચ ગણો વધારો જોઈ શકાય. હાલ ભારતમાં નવા વેરિએન્ટના કેસ 21એ પહોંચી ગયા છે. જ્યારે ગુજરાતમાં જામનગરમાં ઓમિક્રોન વેરિએન્ટના વધુ બે શંકાસ્પદ કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે, આગોર્ય તંત્ર દોડતું થતાની સાથે જ એલર્ટ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ ગુજરાતના જામનગર ખાતે પ્રથમ કેસની પૃષ્ટિ કરવામાં આવી હતી, 72 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ ઝિમ્બાબ્વેથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવામાં આવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે તેમના સંપર્કમાં આવેલા અન્ય બે ઘરના સભ્યો પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.
હવે પરિવારના બે સભ્યોના રિપોર્ટને લઈને ચિંતા વધી છે, જોકે આ બંને લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે કે નહીં તે વાત હજુ સ્પષ્ટ થઈ નથી જો કે સાવચેતીના પગલે આ બન્ને વ્યક્તિઓના સેમ્પલની તપાસ શરુ કરવામાં આવી છે. આ બન્ને સેમ્પલ ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે. અને શંકાસ્પદ બન્ને લોકોને જામનગરની જ હોસ્પિટલમાં આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે જેથી કરી તેઓ કોઈ અન્યના સંપર્કમાં ન આવી શકે