- ડેનનાર્કના રાજકૂમાર આજથી ભારતના પ્રવાસે
- પરિવાર સહીત 5 દિવસ ભારતની યાત્રા કરશે
દિલ્હીઃ- ભારત દેશ સતત વિશ્વસ્તરે દરેક મોર્ચે આગળ વધી રહ્યો છે જેને લઈને વિદેશના નેતાઓનો રસ હવે ભારતમાં વધ્યો છે આજ શ્રેણીમાં વિદેશી નેતાઓની ભારતની મુલાકાત વધતી જઈ રહી છએ ત્યારે હવે ડેનમાર્કના રાજકુમરા પમ આજથી 5 દિવસ ભારતની મુલાકાતે પોતાના પરિવાર સહ આવી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દાયકા બાદ એ તેઓની પ્રથમ મુલાકાત છે.
ડેનમાર્કના ક્રાઉન પ્રિન્સ ફ્રેડ્રિક આન્દ્રે હેનરિક ક્રિશ્ચિયન અને પ્રિન્સેસ મેરી એલિઝાબેથ આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા બે દાયકામાં ડેનિશ શાહી દંપતીની ભારતની આ પ્રથમ મુલાકાત છે. તેમની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થવાની આશા છે.
આ સહીત રાજવી દંપતીની મુલાકાત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના આમંત્રણ પર થઈ રહી છે. ભારતની મુલાકાત દરમિયાન ડેનમાર્કના ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે મુલાકાત કરવાના થે. બાદમાં તેઓ આગ્રા અને ચેન્નાઈની પણ મુલાકાત લેશે.આ સહીત તેઓ ભારતની જાણીતી ઘરોહરની મુલાકાત કરી શકે છે.