દિલ્હીઃ- હરિયાણામાં એક ઘાર્મિક સરઘસ દરમિયાન પત્થર મારાની ઘટના બાદ હિંસા ઉપડી હતી જે ઘીરે ઘીરે અનેક જીલ્લાઓ સુઘી પહોંચી હતી,જેને જોતા સમગ્ર પોલીસ સતર્ક બની હતી અને તાત્કાલિક આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંઘી કાર્યવાહી પણ કરવામાં આવી હતી આ સહીત ખોટી અફવાઓ ન ફેલાય તે માટે ઈન્ટરનેટની સેવાઓ બંઘ કરવામાં આવી હતી.
ત્યારે હવે ન નૂહમાં 31 જુલાઈએ થયેલી પત્થરમારાની હિંસા બાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા શુક્રવારથી જિલ્લાની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવી છે. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે 12મી ઓગસ્ટ એટલે કે શનિવારે કર્ફ્યુમાં વધુ રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
જો કે હરિયાણા સરકારે ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ લંબાવ્યો છે. નૂહ (મેવાત) જિલ્લામાં 13 ઓગસ્ટ સુધી રાત્રે મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ રહેશે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે નૂહમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજુ પણ તંગ છે. તેને જોતા 13 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જિલ્લામાં 2G, 3G, 4G, 5G CDMA, GPRS સહિતની મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, તમામ SMS સેવાઓ જેમાં ફક્ત બલ્ક SRVMS અને બેંકિંગ અને મોબાઇલ રિચાર્જ સિવાય અને તમામ ડોંગલ સેવાઓ વગેરેને સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જો કે માત્ર વૉઇસ કૉલ ચાલુ રાખવામાં આવ્યા છે. શનિવારે કર્ફ્યુમાં છૂટછાટ સાથે, સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી લોકોની અવરજવરમાં છૂટછાટ આપવામાં આવશે. અત્યાર સુધી કર્ફ્યુમાં સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી છૂટ આપવામાં આવતી હતી.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને શુક્રવારે શાળા ખુલ્યા બાદ 20 ટકા વિદ્યાર્થીઓ નૂહ શહેર અને ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં પહોંચ્યા હતા. આ મહિનામાં શાળાઓમાં પણ પરીક્ષાઓ યોજાવાની છે. ઈન્ટરનેટ બંધ હોવાને કારણે અભ્યાસ ઓનલાઈન થઈ રહ્યો નથી, જેના કારણે શાળા સંચાલકો અને વાલીઓ પરેશાન થઈ ગયા હતાજો કે હિંસા બાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.