Site icon Revoi.in

WHO વતી આશા વર્કસ બહેનાને ‘ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ’ એનાયત- PM મોદીએ  પાઠવી શુભેચ્છાઓ

Social Share

 

દિલ્હીઃ- વિતેલા દિવસને રવિવારના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા  દ્વારા દેશની 10 લાખ આશાવર્કર સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. WHO ડાયરેક્ટર-જનરલના ;ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ’  આ બહેનાનો સમ્માનિત કરાઈ છે.

ભારતની 10 લાખ તમામ-મહિલા આશા (માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા વર્કર્સ) વર્કરોને વૈશ્વિક સ્વાસ્થ્યને આગળ વધારવા, પ્રદર્શિત નેતૃત્વ અને પ્રાદેશિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવામાં તેમના ‘ઉત્તમ’ યોગદાન માટે WHO ડાયરેક્ટર-જનરલના ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ખુશીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વર્કરોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટર હેન્ડલ પર  ટ્વિટ કરીને તેમેને શુભેચ્છાઓ આપતા લખ્યું છે કે , “મને ખુશી છે કે આશા વર્કર્સની આખી ટીમને ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલના ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તમામ આશા કાર્યકરોને અભિનંદન. તેઓ સ્વસ્થ ભારત સુનિશ્ચિત કરવામાં મોખરે છે. તેમનું સમર્પણ અને નિશ્ચય પ્રશંસનીય છે.

WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે રવિવારે વૈશ્વિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર યોગદાન, વૃદ્ધિ, નેતૃત્વ અને પ્રાદેશિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા માટે છ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ સમારોહ 75મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના ઉદ્ઘાટન સત્રનો ભાગ હતો.

ડબલ્યૂએચઓના વડાએ તેઓની પ્રસંશા કરતા જણાવ્યું હતું આશા સ્વયંસેવકોએ માતૃત્વ સેવા અને બાળકો માટે રસીકરણના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ ઉપરાંત, તેમણે ભારતમાં સામુદાયિક આરોગ્યસંભાળમાં સુધારો, તણાવ અને ટીબીની સારવાર અને પોષણ, સ્વચ્છતા અને તંદુરસ્ત જીવનશૈલીમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.