Site icon Revoi.in

 એલન મસ્કના ટ્વિટર ખરીદવા પર ભારતે કહ્યું અમારા દેશના નિયમોનું કરવું પડશે પાલન 

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં જ એલન મસ્કે ટ્વિટર ખરીદીને તેની ડિલ પુરી કરી છે એલન મસ્કના હાથમાં ટ્વિટરની સત્તા આવતા જ તેમણે પરાગ અગ્રવાલને સીઆઓના પદ પરથી હટાવી દગીધા છે, જો કે ટ્વિટર ખરીદીને લઈને હવે ભારતે પણ પોતાનું નિવેદન આપ્યું છે જે પ્રમાણે ટ્વિટર ભલે એલન મસ્કે ખરીદી લીધુ હોય પરંતુ ભારતના નિતી નિયમોનું પાલન તો કરવું જ પડશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આઈટી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મીડિયાને જણાવ્યું કે દેશને આશા છે કે ટ્વિટર ભારતમાં નવા આઈટી નિયમોનું પાલન કરશે.  સાથે જ ટ્વિટરની માલિકી બદલ્યા પછી પણ ભારત માટેના નિયમો બદલાશે નહીં.

રાજીવ ચંદ્રશેખરે  વધુમાં ટ્વિટરના માલિક બદલવાને લઈને એમ પણ જણાવ્યું કે તેની અમને કોઈ પરવાહ નથી કારણ કે ભારતનો પોતાના નિયમો અને કાયદાઓ છે, અહીં દરેકે ભારતના કાયદાનું પાલન કરવું પડશે. કેટલાક ભારતીયોના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ અંગે તેમણે કહ્યું કે એકાદ-બે દિવસમાં આ અંગે એક નવો આઈટી નિયમ લાગુ કરવામાં આવશે,જેનું પાલન કરવું જરેકની જવાબદારી બનશે.

ઉલ્લેખનીય છે કે ટ્વિટર અને એલન મસ્ક વચ્ચેની આ ડીલ 7 મહિનાથી ચાલી રહી હતી. આ ડીલ છેવટે વિચેલા દિવસને ગુરુવારે ફાઈનલ થી હતી. ટ્વિટરના ચીફ બનતાની સાથે જ એલોન મસ્કે સૌથી પહેલા સીઈઓ પરાગ અગ્રવાલને હટાવી દીધા. આ સાથે, તેમણે વધુ બે અધિકારીઓ – ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર  નેડ સેહગલ અને લીગલ અફેર્સ એન્ડ પોલિસી ચીફ વિજયા ગડ્ડેને પણ છૂટા કર્યા.જો કે ભારતે પણ એલન મસ્કને સીધે સીધી રીતે ચેતવણી આપી દીધી છે કે તેણે ભારતના નિયમોનું પાલન કરવું પડશે.