- ચિલ્ડ્રેન ડે પર આ બાળકનું સરહાનિય કાર્ય
- પોકેટ મનીમાંથી 11 હજાર વૃક્ષો રોપ્યા
દિલ્હીઃ- આજ રોજ એટલે કે 14 નેવ્મબરે વિશ્વભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, આ દિવસે કેટલાક બાળકો ખાસ રીતે કુદરતી વાતાવરણમાં પોતાના ફાળો આપે છે,તો કેટલાક બાળકો કંઈક જૂદી રીતે લોકોને ઉપયોગી સાબિત થાય છે, આજ રીતે પ્રજ્જવલ નામના એક બાળક આજના ખાસ દિવસે વૃક્ષો રોપીને પર્યાવરણ પ્રત્યે પોતાનો પ્રમે દર્શાવ્યો છે.
જ્યા નાની ઉંમરના બાળકો પોતાની પોકેટમની માંથી પોતાની ખાવા પીવાની વસ્તુંઓ કે રમકડા ખરીદતા હોઈ છે, ત્યારે પ્રજવલે પોતાની પોકેટ મનીમાંથી રોપાઓ ખરીદ્યા અને લગભગ એક વર્ષ સુધી સરકાઘાટના અલગ-અલગ સ્થળોએ રોપ્યા.
આ સમગ્ર બાબતે પ્રજવલે જણાવ્યું કે તેને આ પ્રેરણા તેના પિતા શિક્ષક કમલ કિશોર પાસેથી મળી છે. તેના પિતા હંમેશા તેને વૃક્ષો અને છોડ વિશે જણાવતા રહે છે અને કહે છે કે કયો છોડ આપણને કેવી રીતે અને કયા છોડમાંથી દવા મેળવવામાં મદદ કરે છે. પ્રજ્વલ કહે છે કે તેણે અગાઉ સો રોપા વાવવાનું લક્ષ્ય રાખ્યું હતું અને તેના પિતાએ તેને તેમાં મદદ કરી હતી.
બાદમાં તેનું લક્ષ્ય વધ્યું અને તેણે છોડ ખરીદવા માટે પોકેટ મની જમા કરવાનું શરૂ કર્યું. જો કે આનાથી છોડનો ખર્ચ પૂરો થતો ન હતો, પરંતુ તેના પિતા તેને બાકીના પૈસાની મદદ કરતા હતા. પ્રજ્જવલે ગયા અઠવાડિયે જ 1 હજાર 100 રોપા વાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. તેમા કહેવા પ્રમાણે તે આ ક્રમ આગળ પણ ચાલુ રાખશે. તેમણે અન્ય બાળકોને પણ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવા અપીલ કરી છે.
13 વર્ષની કલ્પનાએ પણ પર્યાવરણમાં પોતાનો ફાળો આપ્યો
પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત 16 વર્ષની કલ્પના ઠાકુરે અત્યાર સુધીમાં વિવિધ પ્રજાતિના 100 જેટલા છોડ વાવ્યા છે. તે આ અંગે સામાન્ય લોકોને પણ જાગૃત કરી રહી છે. કલ્પના ઠાકુર, જે ત્રણ વર્ષની ઉંમરથી પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાના પાઠ શીખવી રહી છે, તે દર વર્ષે રક્ષાબંધન, ભાઈબીજ, નવું વર્ષ અને તેના જન્મદિવસના અવસરે રોપા વાવે છે.
લાહૌલ-સ્પીતિના આદિવાસી જિલ્લાના મૂલિંગ ગામની રહેવાસી કલ્પના ઠાકુરે ત્રણ વર્ષની ઉંમરથી મનાલીના અલેઉ ગામ નજીક અલેઉ બિહાલમાં એક ઝાડને તેના ભાઈ તરીકે બનાવ્યું છે અને દર વર્ષે રક્ષાબંધન પર તેને રાખડી બાંધે છે. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા તેના પિતા કિશન લાલે જણાવ્યું કે તેમની પુત્રી વર્ષમાં ચાર વખત રોપા વાવે છે.