સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાગધ્રા -માલવણ- અમદાવાદ હાઈવે ઉપર સર્જાયો અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલનુ ટેન્કર પલટી ખાંતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રસ્યો સર્જાયા હતા. બીજીબાજુ ટેન્કરમાંથી તેલ રોડ પર ઢોલાવવા લાગતા આજુબાજુના લોકો વાસણો લઈને તેલ લેવા માટે ઉમટી પડ્યા હતા. ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરચાલકે ટેન્કર પરનો કાબુ હતો. આ અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હોવાની માહિતી મળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા માલવણ અમદાવાદ હાઈવે ની માનપુર ચોકડી પાસે તેલ ભરેલ ટેન્કર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેલના ટેન્કર ના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયુ હતું. રોડ પર ટેન્કર પલટી ખાઈ જતા કલાકો સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો. તેલ નુ ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી તેલ રસ્તા પર રેલમ છેલ થતા લોકો તેલ લેવા ઉમટી પડ્યા હોય તેવા દ્રષ્યો પણ મોબાઈલ કેમેરામા થયા કેદ થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને હાઈ-વે પર જામ થયેલા ટ્રાફિકને ક્લીયર કર્યો હતો. પોલીસે ટેન્કરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ધ્રાંગધ્રા- માલવણ હાઈવે પર વાહનો બેફામ સ્પીડમાં દાડી રહ્યા છે. અકસ્માતો રોકવા માટે ગતિ મર્યાદા નક્કી કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.