દિવાળી પર હવે કાંચના ગ્લાસમાં આ રીતે પ્રગટાવો રંગીન દિવડાઓ, તમારા ઘરની શોભા બનશે રંગીન
જોતજોતામાં દિવાળીનો તહેવાર આવી ગયો છે આટલા દિવસો દરમિયાન આપણે આપણા આંગણમાં દિવડાઓ પ્રગટાવીએ છીએ જો કે આ વખતે તમે ઈચ્છો તો ઘરના પાણી પીવાના કાંચના ગ્લાસમાં દિવડાઓ પ્રગટાવીને તમારા ઘરને રોશન કરી શકો છો તો ચાલો જોઈએ ગ્લાસમાં દિવડાઓ પ્રગટાવવાની રીત
સૌ પ્રથમ તમારે જેટલા દિપ પ્રગટાવવા હોય તેટલા ગ્લાસ લઈલો, ગ્લાસ જૂદા જૂદા શેપના પણ લઈ શકો છો.
હવે આ ગ્લાસમાં ગુલાબની પાંખડીઓ નાખો ત્યાર બાદ તમે ઈચ્છો તો તેમાં સફેદ અને ગોલ્ડન મોતી પણ નાખી શકો છો
દરેક ગ્લાસને આ રીતે ડેકોટેર કરો, જૂદા જૂદા ગ્લાસમાં જૂદા જૂદા રંગીન પૂલોની પાખડીઓ નાખી શકો છો.
હવે આ ગ્લાસને કાઠાંથી અઘુરો રહે તે રીતે પાણીથી ભરી દો
હવે દરેક ગ્લાસમાં તેલ અથવા ઘી 2 2 ચમચી નાખી દો
હવે રુની વાટ બનાવો ત્યાર બાદ પ્લાસ્ટિકની બોટલમાંથી નાની નાની ગોળ ટિકીઓ ત્યાર કરી વચ્ચમાં હોલ પાડીને તેમાંથી આ રુની વાટ પસાર કરો
હવે આ વાટને ગ્લાસમાં રાખીદો, હવે દિવો પ્રગટાવી દો
જો તમે રંગીન દિવડાઓ ઈચ્છો છો તો ગ્લાસના પાણીમાં વોટર કલર તમારા પસંદગીના એડ કરી શકો છો
તો છે ને સરસ મજાના કાંચના ગ્લાસના દિવડાઓ આ દિવડાઓ ડાઈનિંગ ટેબલ પર ઘરના દરવાજાઓ પર ટેરેસ પર રાખીને ઘરની રોશની અને શોભા વઘારી શકો છો.