ડોક્ટર્સ ડેઃ અભિનેતા આયુષ્માન ખુરાનાએ મેડિકલ સ્ટાફનો આ રીતે માન્યો આભારઃ કહ્યું, ‘સ્વાસ્થ્ય સેવામાં રોકાયેલા દરેક લોકો છે સુપરહિરો’
- આયુષ્માન ખુરાનાએ મેડિકલ સ્ટાફનો માન્યો આભાર
- મેડિકલ ક્ષેત્રના લોકોના સોશિયલ મીડિયા પર કર્યા વખાણ
મુંબઈઃ- સમગ્ર દેશભરમાં આજે એટલે કે 1લી જુલાઈના રોજ રોષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશભરમાંથી લોકો મેડિકલ ક્ષેત્રને બિરદાવી રહ્યા છે, જે રીતે કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફે દર્દીઓની સારવાર અને સેવા કરી છે તે રીતે દરેક લોકો આજે તબિબિ ક્ષેત્રનો આભાર માની રહ્યા છએ, ત્યારે આજ શ્રેણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાનાએ પમ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને સુપરહિરો કહ્યા છે.
અભિનેતા આયુષ્માન ખુરના, જે તેની આગામી ફિલ્મ્સ “ચંદીગઢ કરે આશિકી” અને “અનેક” ની રિલીઝની તૈયારીમાં બિઝી જોવા મળી રહ્યા છે, રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે યુનિસેફના સેલિબ્રિટી એડવોકેટ અને ટાઈમ મેગેઝિનની વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાંના એક આયુષ્માન ખુરના કહે છે કે, દેશ કોરોના સંક્રમણમાં બે વખત દેશવાસીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર દરેક આરોગ્ય કર્મચારીઓનું એહેસાન દરેકે માનવું જોઈએ.
આયુષ્માન કહે છે કે, “દેશના દરેક ડોકટરો જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સેવાઓમાં રોકાયેલા દરેક સહયોગી આજના સમયના વાસ્તવિક સુપરહીરો છે. દેશને બચાવવા માટે જેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે તેમને હું સલામ કરું છું. આપણા પાસે પણ તેમની સંભાળ લેવાની અને તેમના પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરવાની શક્તિ છે. આપણે બધા તેમની સાથે છીએ. આ સુપરહીરોના પણ પરિવાર હોય છે, તેમના પણ પ્રિયજનો હોય છે જે તેમના માટચે ચિંતા કરે છે,તેમને સલામત રાખવા એ આપણી ફરજ છે. ”
અભિનેતાએ જલ્દીથી વેક્સિન લઈ લેવાની કરી લોકોને અપીલ
રાષ્ટ્રીય ડોકટર દિવસના ઉલ્લેખ અંગે આયુષ્માન કહે છે, “આપણે ડોકટરો અને સમગ્ર તબીબી સમાજની સંભાળ રાખીને તેમનું સમ્માન કરવાની જરૂર છે. વિતેલા વર્ષથી તેઓ આ વાયરસ સામે લડી રહ્યા છે. આપણે પણ જીવનમાં પણ સાવધાની વર્તીને ગેરજવાબદાદ વર્તન ન કરવાની જરૂર છે જેથી આ લોકો પર વધારે દબાણ ન આવે. કોવિડ -19 હજી દેશમાંથી ગયો નથી. મારી અપીલ છે કે આપણે બધા સાવચેત અને સલામત રહીએ. સામાજિક અંતરને અનુસરો અને માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો. દેશની સેવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે આપણે બધા જલ્દીથી રસી લઈએ