Site icon Revoi.in

ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને રાજઘાની દિલ્હીમાં હાઈએલર્ટ, વિરોઘ પ્રદર્શનને લઈને માહોલ બગડવાના થઈ શકે છે પ્રયાસ

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેચલાક દિવસોથી ઈઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે,હમાસ દ્રારા  ઈઝરાયલ પર હુમલાઓ કરવામાં આવ્યા જેમાં અનેક સૈનિકોના મોત થયા ત્યારે તેની અસર ભારત પર ન વર્તાઈ તે માટે રાજઘાની દિલ્હીમાં હાઈ એલર્ચ જોવા મળી રહ્યું છે દિલ્હીમાં સુરક્ષા વઘારી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  રાજધાની દિલ્હી આજે હાઈ એલર્ટ પર છે., ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ મોકલ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિરોધ પ્રદર્શનની આડમાં દિલ્હીનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે.

વઘુ માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓને દિલ્હી સિવાય કેટલાક શહેરો અંગે ઇનપુટ મળ્યા છે. તેને જોતા દિલ્હીના તમામ જિલ્લાના અધિકારીઓ શુક્રવારની નમાજ દરમિયાન ભારે બળ સાથે રસ્તાઓ પર હાજર રહેશે.આજે શુક્રવાર હોવાથી કેટલાક અસામાજિક ત્તવો દ્રાર વાતાવરણ ખરાબ કરવાના પ્ર.યાસ થઈ શકે છે જેને જોતા સુરક્ષા વઘારી દેવાઈ છે.