Site icon Revoi.in

ઈન્દોર બેઠક ઉપર ભાજપ બાદ સૌથી વધારે વોટ નોટામાં પડ્યાં, નોટામાં 1.18 લાખ મત પડ્યાં

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણીના મતની ગણતરી ચાલી રહી છે. હાલની સ્થિતિએ મધ્યપ્રદેશમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. જો કે, ઈન્દોર બેઠક ઉપર કંઈક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર 7 લાખથી વધારે બેઠકો ઉપર આગળ છે. જો કે, અહીં ભાજપ અને નોટા વચ્ચે હરીફાઈ હોવાનું લાગી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ઈન્દોર બેઠક ઉપર કોંગ્રેસના કોઈ ઉમેદવાર ચૂંટણી જંગમાં ન હતા. બીજી તરફ ભાજપના ઉમેદવાર શંકર લાલવાની અને અન્ય ઉમેદવારો ચૂંટણી જંગ જામ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે નોટાનું અભિયાન ચલાવ્યું હતું. કોંગ્રેસના અભિયાનની અસર ઈન્દોર બેઠક ઉપર જોવા મળી રહ્યું છે. ઈન્દોર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર 7.16 લાખ મત સાથે આગળ ચાલી રહ્યાં છે. જ્યારે બીજા ક્રમે કોઈ રાજકીય પક્ષના ઉમેદવારની જગ્યાએ નોટામાં વધારે મત પડ્યાં છે. નોટા માં 1.18 લાખ જેટલા વોટ પડ્યાં છે. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીના નેતા સંજ્ય સોલંકીને 31 હજાર જેટલા મત મળ્યાં છે. નોટામાં મતની સંખ્યા વધવાની શકયતાઓ જોવા મળે છે. જો કે, લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ એક બેઠક ઉપર નોટામાં વધારે વોટ પડ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં સાત તબક્કામાં યોજાયેલા મતદાનમાં 60થી 66 ટકા જેટલુ મતદાન થયું હતું. આજે સવારથી જ મતગણરી હાથ ધરવામાં આવી રહી છે. હાલની સ્થિતિએ એનડીએએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. બીજી તરફ ઈન્ડી ગઠબંધનની બેઠકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિ ગઠબંધન હાલ 220થી વધારે બેઠકો ઉપર આગળ છે.