- આ વખતે યાત્રીઓ ટ્રેનમાં યોગ શીખશે
- આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ યાત્રીઓને શીખવશે યોગ
દિલ્હીઃ- 21 જૂનના રોજ સમગ્ર વિશઅવ યોગ જિવસની ઉજવણી કરશે આ દિવસને લઈને યુએનથી લઈને અમેરિકા સહીતના દેશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ભારત માટે યોગ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે ,ત્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ ગુરુ દ્રારા એક નવી પહેલ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રેલ્વે ટ્રેનનમાં યોગ શીખવવાની આ નવી પહેલ હશે, માહિતી પ્રમાણે વંદે ભારત એક્સપ્રેસમાં યોગ દિવસે તમામ યાત્રીો યોગ કરતા જોવા મળશે .
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને દિલ્હીના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસમાં આત્રીઓને યોગ કરવાની સુવિધા પ્રદાન કરાઈ છે. આ સહીત આ અગાઉ વંદે ભારત એક્સપ્રેસ સિવાય અન્ય ટ્રેનોમાં પણ યોગ કરવામાં આવ્યા છે.
આ યોગ કોઈ અન્ય સાધારણ વ્યક્તિ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ કૃષ્ણકાંત મિશ્રા યાત્રીઓને શીખવતા જોવા મળશે આ વંદે ભારત ટ્રેનમાં નવી પહેલ હશે.
યોગ ગુરુ ભોપાલ-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસના મુસાફરો માટે યોગ શીખવશે. બેઠક બોગીમાં યાત્રીઓની પરવાનગી લીધા બાદ તે તેમને યોગ કરવાનું શીખવશે..યોગ ગુરુ ગ્રીવ સંબંધન, ભસ્ત્રિકા, શિખર આસન, અનુલોમ વિલોમ, પિત્ર પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર જેવા યોગ કરાવશે.
વર્ષ 2015માં પ્રથમ વખત યોગ ગુરુ કૃષ્ણકાંત મિશ્રાએ ઈન્દોર-જોધપુર એક્સપ્રેસટ્રેનમાં યોગ કરાવ્યા હતા. 21 જૂન, 2015 થી, તેમણે દેશ અને વિદેશમાં આયોજિત ઘણા યોગ સેમિનાર કર્યા છે ત્યારે હવે વંદે ભારત ટ્રેનનામાં યોગ કરાવાની આ એક નવો પ્રયોસ છે.