Site icon Revoi.in

કારગિલ વિજય દીવસ પર પીએમ મોદીએ શહીદોને કર્યા નમન અને કહી આ વાત

Social Share

દિલ્હી : કારગિલ વિજય દીવસની 22 મી વર્ષગાંઠ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રક્ષા કરતી વખતે કારગિલમાં પોતાનો જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ગયા વર્ષની ‘મન કી બાત’નો એક ભાગ શેર કર્યો હતો. આમાં તેમણે કારગિલ યુદ્ધના શહીદોને સલામ કરી. તેમણે ટ્વિટ કરીને કહ્યું, આપણે વીર શહીદોના બલિદાન અને બહાદુરીને યાદ કરીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું, ‘આજે કારગિલ વિજય દીવસ પર, આપણે આપણા દેશની રક્ષા કરતી વખતે કારગિલમાં પોતાનો જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેની બહાદુરી દરરોજ આપણને પ્રેરણા આપે છે. આ સાથે પીએમ મોદીએ ગત વર્ષના ‘મન કી બાત’ કાર્યક્રમનો ટૂંકસાર પણ ટ્વિટર પર શેર કર્યો હતો.

કારગિલ વિજય દિવસની આજે 22 મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 1999 ની કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો દ્વારા અપાયેલી હિંમત અને સર્વોચ્ચ બલિદાન માટે દ્રાસની મુલાકાત લેશે અને કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. દ્રાસમાં કારગિલ વિજય દિવસ સમારોહમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ ભાગ લેશે.