Site icon Revoi.in

લાઉડસ્પીક મામલે રાજ ઠાકરેએ બાલા સાહેબનો વીડિયો પોસ્ટ કરી ઉદ્ધવ ઠાકરેને કર્યાં સવાલો

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાની માંગણી કરી રહ્યાં છે. તબીજી તરફ સરકાર અને પોલીસ આ વિવાદને શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રાજ ઠાકરેએ શિવસેનાના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેનો લાઉડસ્પીકરને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

રાજ ઠાકરેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં બાલા સાહેબ ઠાકરેએ મરાઠી ભાષામાં જણાવ્યું હતું કે, જે દિવસે મારી સરકાર મહારાષ્ટ્રમાં આવશે તે સમયે રસ્તા પર થતી નમાજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રહિતની ગળ કંઈ ના હોય તેવો ધર્મ હોવો જોઈએ. હિન્દુઓ કંઈ ખોટુ કરે છે તો અમને આવીને બતાવો અમે સમસ્યાનું નિરાકરણ લાવીશું. લાઉડસ્પીકર મસ્જિદની નીચે આવશે. દરમિયાન રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, મારે સીએમ ઉદ્ધવ ઠાકરેને સવાલ કરવો છે કે, તમે બાલા સાહેબનું સાંભળશો કે આપને સત્તાની ખુરશીમાં બેસાડનારા શરદ પવારની?, આમ બાલા સાહેબ ઠાકરેનો વીડિયો સોશિયલ મીડિયામાં રાજ ઠાકરેએ પોસ્ટ કરીને શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગણી સાથે શિવસેના સરકાર સામે મોરચો ખોલ્યો છે. બીજી તરફ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બીજી તરફ હનુમાન ચાલીસાનું પઠન કરતા મનસેના અનેક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.