- પીએમ મોદી કેવડિયા ખાતે પરેડમાં સામેલ થયા
- પરેડને સલામી આપી દેશની રક્ષાના શપથ ગ્રહણ કર્યા
- જવાનોને પણ પીએ મોદીએ શપથ લેવડાવ્યા
અમદાવાદ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, પ્રવાસનો તેમનો બીજો દિવસ છે, તેઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ કેવડિયા ખાતે ઉપસ્થિતિ રહીને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, ત્યાર બાદે પીએમ મોદી અહીં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં સામેલ થયા હતા, આ સાથે જ તેઓ સિવિલ સર્વિસ પ્રોબેશનર્સને સંબોધિત પણ કરશે.
Gujarat: 'Rashtriya Ekta Diwas' parade to mark the birth anniversary of Sardar Vallabhbhai Patel, underway at Kevadia pic.twitter.com/3CvHR5fzr8
— ANI (@ANI) October 31, 2020
પીએમ નરેન્દ્ર મોદી કેવડિયામાં યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું નિરિક્ષણ કરી પરેડને સલામી આપી હતી, આ પરેડમાં તમામ સુરક્ષા એજન્સીઓના જવાનો હાજર રહ્યા છે, આ સાથે જ તેમણે રક્ષા માટે શપથ લીધી અને અને આ શપથ જવાનોને પણ લેવડાવી હતી.
ગૃહમંત્રી અમિત શાહએ ટ્વિટ કરીને સરદાર પટેલ સાહેબને યાદ કર્યા
આજના આ ખાસ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે, “રાષ્ટ્રીય એકતાનું પ્રતિબિંબ અને દરેક ભારતીયના હૃદયમાં રહેનારા લોખંડી પુરુષ સરદાર પટેલ જી ને કોટી કોટી નમન. આઝાદી પછી સેંકડો રજવાડાઓમાં પથરાયેલા ભારતનું એકીકરણ કર્યા પછી તેમણે આજના મજબૂત ભારતનો પાયો નાખ્યો. તેમનું અડગ નેતૃત્વ, રાષ્ટ્રીય સમર્પણ અને મહાન પ્રદાન ભારત ક્યારેય ભૂલી શકશે નહીં. દેશના એકીકરણથી લઈને સોમનાથ મંદિરના પુનર્નિર્માણ સુધી, પોતાના જીવનની એક એક ક્ષણ ભારતમાં એક રાષ્ટ્રભાવ જાગૃત કરવા માટે અર્પણ કર્યું. આભારી રાષ્ટ્ર તરફથી આવા મહાન દેશભક્તિ લોખંડી પુરુષ સરદાર પટેલના ચરણોમાં વંદન”.
संविधान एवं सनातन के संतुलन के अद्वितीय प्रतीक सरदार पटेल ने देश के एकीकरण से लेकर सोमनाथ मंदिर के पुनर्निर्माण तक अपने जीवन का क्षण-क्षण भारत में एक राष्ट्र का भाव जागृत करने के लिए अर्पित किया। कृतज्ञ राष्ट्र की ओर से ऐसे महान राष्ट्रभक्त लौह पुरुष सरदार पटेल के चरणों में वंदन।
— Amit Shah (@AmitShah) October 31, 2020
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ તેમનું સંબોધન ભારતમાતાની જયનાં જયઘોષ સાથે શરુઆત કરી હતી, એક હાથ ઉપર કરાવીને સરદાર સાહેબને યાદ કરાવીને ત્રણવાર ભારતમાતાની જય બોલાવી હતી. આ સાથે જ પોલીસ જવાનોના સંતાનોના નામે – ભારતમાતાની જય, કોરોના વોરિયર્સના નામે -ભારતમાતાની જય,
India pays homage to Sardar Patel. Watch from Kevadia. https://t.co/nU3CKUHygg
— Narendra Modi (@narendramodi) October 31, 2020
પીએ મોદીએ તેમના સંબોધનમાં દેશના કોરોના વોરિયર્સને યાદ કરતા કહ્યું કે, “દેશ એ તેમના સમ્માન માટે દીવા પ્રગટાવ્યા, માનવ સેવા અને સુરક્ષા માટે જીવન આપવું દેશના પોલીસ બેડાની વિશેષતા છે, આ કોરોના મહામારીમાં સેવા કરીને બીજાના જીવનને બચાવવા માટે પોલીસ બેડાના જવાનો એ સેવા કરતા કરતા પોતાને સમર્પિત કર્યા છે”.
પીએમ મોદીએ કાશ્મીરને પણ યાદ કર્યું
તેમણે કહ્યું કે, “મુસીબતો અને પડકારોના મુશ્કેલ સમયમાં કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરને એક વર્ષ પુરુ થયું , કાશ્મીર વિકાસના નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે, સરદાર પટેલે જોયેલા સ્વપ્નનું આ એક ભારત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના સંકટમાં દેશએ જે એકતા સાથે લડત લડી હતી તેની કલ્પના સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી. પીએમએ કહ્યું કે કાશ્મીરમાં કલમ 370ને હટાવ્યાને એક વર્ષ થઈ ગયું છે. 31 ઓક્ટોબરના રોજ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી હતી.”
પીએમ મોદીએ રામ મંદિરના સાકાર થયેલા સપનાની વાત કરી
તેમણે કહ્યું કે, “દેશ રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સાક્ષી બન્યો છે રામ મંદિરને બનતો જોઈ શકીએ, 130 કરોડ ભારતવાસીઓ મળીને એવા ભારતનું નિર્માણ કરીએ છે જે સક્ષમ પણ છે, સમાનતા છે અને સંભાવના પણ છે.”
પીએ મોદીએ સરદાર પટેલના ખેડૂતો માટેના વિચારો રજુ કર્યા હતા
તેમણે સરદાર પટેલને યાદ કરીને કહ્યું કે, “સરદાર સાહેબ પણ કહેતા હતા, વિશ્વનો આધાર ખેડૂત અને મજુર છે, હું વિચારું છું કઈ રીતે ખેડૂતોને મજબુત બનાવું અને માથું ઊંચુ કરીને તેમને જીવતા શિખવું… સરદાર પટેલનું આ સપનું હતું…..ખેડૂતો ત્યારે મજબુત બનશે જ્યારે તેઓ આત્મ નિર્ભર બનશે. આત્મ નિર્ભર દેશ પોતાની પ્રગતિ સાથે સાથે પોતાની સુરક્ષા માટે પણ આશક્ત રહી શકે છે”
રક્ષા ક્ષેત્રમાંપણ દેશ આગળ વધ્યો
તેમણે કહ્યું કે, “રક્ષણ ક્ષેત્રમાં પણ દેશ આત્મ નિર્ભર તરફ આગળ વધી રહ્યો છે, ભારતની નજન અને નજરીયો બદલાયો છે, ભારત પર નજર કરતા લોકોને જવાબ આપવાની તાકાત આપણા જવાનો પાસે છે”.
પુલવામા હુમલાને લઈને થયા લોકો બેકાનકાબ
પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે, આપણા દેશના સૈનિકો શહીદ થયા ત્યારે પણ કેટલાક લોકો રાજકારણમાં લાગ્યા હતા. દેશ આવા લોકોને ભૂલી શકતો નથી.
પીએમએ કહ્યું કે તે સમયે તેઓ અભદ્ર વાતો સાંભળીને તમામ આરોપોનો સામનો કરતા રહ્યા. મારા હૃદય ઉપર ઊંડો ઘા હતો. પરંતુ વિતેલા દિવસોમાં પાડોશી દેશમાંથી જે ખબરો મળી છે, જેને તેઓ સ્વીકારે છે, તે વાતા એ આવા પક્ષકારોનો ચહેરો ઉજાગર કર્યો છે. પીએમએ કહ્યું, “સંસદમાં જે રીતે સત્યને સ્વીકારવામાં આવ્યું છે, તે આવા લોકોના વાસ્તવિક ચહેરાઓને દેશ સામે લાવ્યો છે.
પોતના સ્વાર્થ માટે આ લોકો કેટલી હદ પાર કરી શકે છે, તે પુલવામા હુમલા પછી કરવામાં આવેલી રાજનિતી તેનું ઉત્તમ ઉદાહરણ છે. ”
સાહીન-