દિલ્હીઃ- કેન્દ્રની સરકારે નવ નેશન વન ઈલેક્શનને લઈને આજરોજ શુક્રવારે મહત્વનો નિર્ણય લીઘો છે પ્રાપ્ત વિગત પ્રમાણે પૂર્ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ કાયદાના તમામ પાસાઓ પર વિચાર કરશે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને ગુરુવારના રોજ કેન્દ્ર દ્રારા સપ્ટેમ્બર મહિનામાં સંસદનું 5 દિવસીય સત્ર બોલાવાનો અચાનક નિર્ણય કર્યો હતો આ વાતથી સૌ કોઈ ચોંકી ગયા હતા ત્યારે હવે આ સમિતિનું ગઠન પણ એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
બીજી તરફ આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનું આ મહ્તનું પગલું માનવામાં આવી રહ્યું છે. એક ચૂંટણીનો મુદ્દો સતત ચર્ચામાં બની રહ્યો છે અને આ દરમિયાન ભારત સરકારે એક સમિતિની રચના કરી છે, જે આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના જારી કરશે.આ પછી જ એ નક્કી થશે કે આવનારા સમયમાં સરકાર લોકસભા ચૂંટણીની સાથે તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાની તૈયારી કરશે કે નહીં.
એક દેશ, એક ચૂંટણીનો અર્થ એ છે કે દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. દેશની આઝાદી પછીના અમુક સમય સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી, પરંતુ બાદમાં આ પ્રથાનો અંત આવ્યો અને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજવામાં આવી ત્યારે ફરી આ બાબતની વિચારઘારાએ જોર પકડ્યું છે.