- આવતી કાલે 17 સપ્ટેમ્બર પીએમ મોદીનો જન્મદિવસ
- દિલ્હીની રેસ્ટોરન્ટ 56 ઈચ મોદીજી થાળી પીરસસે
- આ થાળઈ 40 મિનિટમાં પુરી કરવા પર આપશે લાખોનું ઈનામ
દિલ્હીઃ- આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, પીએમ મોદીની લોકપ્રિયતા બરકરાર જોવા મળે છે,ત્યારે આવતીકાલના આ ખાસ દિવસે પીએમ મોદીના પ્રસંશક એવા રેસ્ટોરન્ટે પોતાની રેસ્ટોરન્ટમાં 56 ઈચ મોદીજી થાળી પીરસવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ થાળઈ આવતી કાલે રાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થિત ARDOR 2.0 રેસ્ટોરન્ટમાં પિરસવામાં આવશે જેમાં 56 જાતની વાનગીઓ રજૂ કરાશેઆ પ્લેટમાં લોકો પાસે વેજ અને નોન-વેજ બંનેનો વિકલ્પ હશે.
રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલરાએ આ બાબતને લઈનેમીડિયાને જણાવ્કયું છે કે મને પીએમ મોદી માટે ખૂબ જ સન્માન છે. તે આપણા દેશનું ગૌરવ છે અને અમે તેમને તેમના જન્મદિવસ પર કંઈક અનોખી ભેટ આપવા માંગીએ છીએ. જેથી આ થઆળીનું નામ 56 ઈચં મોદીજી થાળી રાખ્યું છે.અમે તેcને આ પ્લેટ ગિફ્ટ કરવા માંગીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તે અહીં આવીને ભોજન કરે. પરંતુ સુરક્ષાના કારણોસર અમે આ કરી શકતા નથી.
આ સાથે જ કહેવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ કે કપલ આ થાળી જો 40 મિનિટમાં પૂરી કરશે તો અમે તેને 8.5 લાખ રૂપિયાનું ઇનામ આપીશું. ઉપરાંત, જેઓ 17-26 સપ્ટેમ્બર વચ્ચે અમારી પાસે આવશે અને આ થાળી ખાવા મળશે,આ સાથે જ વિજેતા અથવા દંપતી યાત્રાધામની ટિકિટ પણ અપાશે . કારણ કે તે પીએમ મોદી જીની પ્રિય જગ્યાઓમાંથી એક કેદારનાથ છે જેથી અહીની ટિકિટ અપાશે.